રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ભવ્ય બનાવવા ગઢડા નગરપાલિકા ખાતે પૂર્વતૈયારી બેઠક યોજાઈ
બોટાદ, 30 ઓક્ટોબર (હિ.સ.) આગામી 31 ઓક્ટોબરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારી આ ઉજવણીના ભાગરૂપે ગઢડા શહેરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોને સફ
રાષ્ટ્રીય એકતા દિવસ અંગે બેઠક યોજવામાં આવી


બોટાદ, 30 ઓક્ટોબર (હિ.સ.) આગામી 31 ઓક્ટોબરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારી આ ઉજવણીના ભાગરૂપે ગઢડા શહેરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોને સફળ બનાવવા ગઢડા નગરપાલિકા ખાતે પૂર્વતૈયારી બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ગઢડા શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ખાસ કરીને 31 ઓક્ટોબરના રોજ યોજાનારા કાર્યક્રમોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈવ પ્રસારણને લોકો સુધી પહોંચાડવા તેમજ વધુમાં વધુ નાગરિકો સહભાગી બને તે માટેની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માત્ર ઔપચારિક કાર્યક્રમ ન બની રહે, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ભાવનાનો સંદેશ જન-જન સુધી પહોંચે તેવા આશય સાથે આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠકમાં ઉપસ્થિત સૌએ કાર્યક્રમોને ભવ્ય અને સફળ બનાવવા માટે સંકલન સાથે કામગીરી કરવા તૈયારી દર્શાવી હતી. શહેરના નાગરિકો, યુવાનો અને વિવિધ સામાજિક સંગઠનોની ભાગીદારીથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને યાદગાર બનાવવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande