રાતડી ગામે મંદિરમાં ફાળાના હિસાબ બાબતે બોલાચાલી બાદ મહિલાને માર માર્યાની ફરિયાદ.
પોરબંદર , 30 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાતડી ગામે લીરબાઈ માતાજીના મંદિરમાં ફાળાના હિસાબ બાબતે થયેલા વિવાદમાં એક મહિલાને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ બનાવમાં બે વ્યક્તિઓએ જાહેરમાં
રાતડી ગામે મંદિરમાં ફાળાના હિસાબ બાબતે બોલાચાલી બાદ મહિલાને માર માર્યાની ફરિયાદ.


પોરબંદર , 30 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાતડી ગામે લીરબાઈ માતાજીના મંદિરમાં ફાળાના હિસાબ બાબતે થયેલા વિવાદમાં એક મહિલાને માર

મારવામાં આવ્યો હોવાની ફરિયાદ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ બનાવમાં બે

વ્યક્તિઓએ જાહેરમાં અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર

મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ, સંતોકબેન ઉર્ફે સતીબેન અરજનભાઈ કેશવાલા (ઉં.વ. 44), મૂળ રાતડી ગામનાં અને હાલ જેતપુરમાં રહેતાં, રાતડી ગામે લીરબાઈ માતાજીના મંદિરે યોજાનારા બાર પોરાના

કાર્યક્રમ માટે ત્યાં રોકાવા ગયાં હતાં. તે સમયે

તેમના કુટુંબીદીકરા અને મંદિરના પૂજારી રામદે

અરભમભાઈ કેશવાલા તથા તેની માતા મણકીબેન અરભમભાઈ કેશવાલાએ ફાળો લખાવવા બાબતે વાત કરી

હતી અને તેમને મંદિરમાં રોકાવાની ના પાડી

હતી.ત્યારબાદ ફરિયાદીએ મંદિરમાં લખાવાતા

ફાળાનો હિસાબ માંગતાં બંને આરોપીઓએ મનદુઃખ

રાખ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.ફરિયાદ

મુજબ, બંને આરોપીઓએ જાહેરમાં અશ્લીલ ગાળો આપી હતી. મણકીબેને સંતોકબેનના વાળ પકડી

નીચે પાડી ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે રામદેએ તેમના હાથ અને પગના ભાગે માર મારતાં

ઇજાઓ થઈ હતી. બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હોવાનો પણ આક્ષેપ છે.આ મામલે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande