



પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી
બાવળિયાના અધ્યક્ષસ્થાને તથા વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં
તા. 31 ઓક્ટોબર, 2026
ના
રોજ પોરબંદર જિલ્લામાં યોજાનારા પીએમ
કિસાન ઉત્સવ દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોના આયોજન અંગે સમીક્ષા બેઠક
યોજાઈ હતી.
તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ
પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે
ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ હાથી
ગ્રાઉન્ડ, ચોપાટી
ખાતે યોજાશે. આ ઉપરાંત, જિલ્લાના તમામ ગામો, નગરપાલિકા વિસ્તારો તથા પોરબંદર મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમોમાં કેવડિયા ખાતે યોજાનારા
મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ,પોલીસ દ્વારા રન ફોર યુનિટી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજમાં
શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિઓના સન્માન સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં
આવ્યું છે.
બંને દિવસના કાર્યક્રમો સુચારુ રીતે સંપન્ન થાય
તે માટે જરૂરી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા, સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવવા તથા
નાગરિકો અને લાભાર્થીઓની સહભાગિતા સુનિશ્ચિત કરવા અંગે બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ
અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya