શિહોર પંથકમાં ટીબીના દર્દીઓ અને તેમના પરિવારોને નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માસ્કનું વિતરણ
ભાવનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) શિહોર પંથકમાં ટીબીના રોગ સામે જનજાગૃતિ ફેલાવવા અને દર્દીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા સેવાકીય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૫થી નિઃસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ટ્ર
દર્દી ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું


ભાવનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) શિહોર પંથકમાં ટીબીના રોગ સામે જનજાગૃતિ ફેલાવવા અને દર્દીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા સેવાકીય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૫થી નિઃસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ટ્રસ્ટની ટીમ દ્વારા ટીબીના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા ટ્રસ્ટે સામાજિક જવાબદારી નિભાવવાની સાથે ટીબી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી ટીબીના સાત દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. આ દર્દીઓને દર મહિને પોષણ કીટ આપવામાં આવે છે, જેથી સારવાર દરમિયાન તેમને જરૂરી પોષણ મળી રહે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી આ કામગીરી દર્દીઓ માટે આર્થિક અને સામાજિક રીતે ઉપયોગી બની રહી છે.

ટીબીના રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે, દર્દીઓ અને તેમના પરિવારજનો જરૂરી સાવચેતી રાખે તેમજ રોગના ફેલાવાને અટકાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવા હેતુથી માસ્ક વિતરણની પ્રવૃત્તિ યોજાઈ હતી.

આ સેવાકીય કામગીરીમાં જયેશભાઈ મહેતાનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ટીબી સુપરવાઇઝર જયદીપભાઈ ગોસ્વામી અને હરેશભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી. જ્યારે અનિલભાઈ પંડિત અને પ્રદીપસિંહ ઝાલાએ સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા વર્ષોથી કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં માનવતા, સંવેદના અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande