વડવા-બ વોર્ડમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
ભાવનગર,05 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના વડવા-બ વોર્ડના નાગરિકોને ઘરઆંગણે આરોગ્યની સુવિધા મળી રહે અને જરૂરિયાતમંદોને સમયસર સારવાર મળી રહે તેવા સેવાકીય હેતુથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સર ટી. હોસ્પિટલ,
મેડિકલ કેમ્પ


ભાવનગર,05 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના વડવા-બ વોર્ડના નાગરિકોને ઘરઆંગણે આરોગ્યની સુવિધા મળી રહે અને જરૂરિયાતમંદોને સમયસર સારવાર મળી રહે તેવા સેવાકીય હેતુથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સર ટી. હોસ્પિટલ, ભાવનગરના સહયોગથી યોજાયેલા આ આરોગ્ય કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબોએ ઉપસ્થિત રહી નાગરિકોની તપાસ કરી હતી. કેમ્પમાં જનરલ ફિઝિશિયન, બાળરોગ નિષ્ણાત, આંખના નિષ્ણાત, હાડકાના નિષ્ણાત તેમજ જનરલ મેડિસિનના તબીબોએ સેવાઓ આપી હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ કેમ્પનો લાભ લઈ વિવિધ આરોગ્યલક્ષી સમસ્યાઓ અંગે તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું.

કેમ્પ દરમિયાન તબીબો દ્વારા જરૂરી તપાસ કરી દર્દીઓને આરોગ્ય અંગે યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સારવાર બાદ જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી, જેથી આર્થિક રીતે નબળા પરિવારોને રાહત મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande