ઇસ્કોન બ્રિજ પર બેફામ કાર ચાલકે અન્ય વાહનોને મારી ટક્કર, બીએમડબલ્યુ સહિત 3 કાર અડફેટે લીધી
અમદાવાદ, 05 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પાસે રવિવારે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર પડેલી કારોને જોરદાર ટક્કર વાગી હતી. આ અકસ્
A reckless car driver rammed into other vehicles on ISKCON Bridge, hitting 3 cars including a BMW.


અમદાવાદ, 05 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પાસે રવિવારે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર પડેલી કારોને જોરદાર ટક્કર વાગી હતી.

આ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતમાં આરોપી કારચાલક હિમાંશુ ઇજાગ્રસ્ત હોવાથી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે, આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જેને પકડવા એસજી-2 ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં ગત રાત્રે ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે કાર ચાલકે વાહનોને અડફેટે લીધા હતા. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલક હિમાંશુએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ચક્કર ફરી સર્વિસ રોડ પરની બીએમડબલ્યુ સહિત ત્રણ કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.

પોલીસ ઇસ્કોન બ્રિજ પહોંચે તે પહેલા ગાડીઓને અડફેટે લેનાર હિમાંશુને 108માં સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ તેની શોધખોળ શરૂ કરી છે.

અકસ્માત સર્જનાર કારચાલક અમરાઈવાડી વિસ્તારનો રહેવાસી હિમાંશુ હોવાનું સામે આવ્યું છે. તે પોતાના મિત્ર પાસેથી ફોર-વ્હીલર કાર લાવ્યો હતો. કારમાં કુલ 6 લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ પાસે આવતા જ ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતના ધડાકાના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા.

ઈનોવા કારને વાગેલી ટક્કર એટલી જોરદાર હતી કે તે આગળ પડેલી i20 ગાડી સાથે અથડાઈ હતી અને ત્યારબાદ કાર રિવર્સ થઈને ત્યાં સ્થિત એક બીએમડબલ્યુ કાર સાથે ભટકાઈ હતી. અકસ્માત સમયે બીએમડબલ્યુ કારમાં ચાલક હાજર હતો, પરંતુ સદ્દનસીબે તેને કોઈ ઈજા પહોંચી ન હતી.

સીસીટીવી પણ જોઈ શકાય છે કે, બેફામ સ્પીડમાં આવતી કાર કેવી રીતે દિશા બદલીને એક પછી એક ગાડીઓનો કચ્ચરઘાણ વાળે છે.

કારચાલક હિમાંશુએ પોતે જ કાર ચલાવતો હોવાનું અને અકસ્માત સર્જ્યો હોવાનું વીડિયોમાં સ્વીકાર્યું છે.

વારંવાર બનતી આવી ઘટનાઓથી હવે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો એસજી 2 ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande