મુન્દ્રાના વિરાણીયા ગામે રાત્રિસભામાં ગ્રામજનો સાથે રાજ્યપાલનો સીધો સંવાદ; પ્રાકૃતિક ખેતી, જળસંચય, વૃક્ષારોપણ, નશામુક્તિ અને પશુપાલન અંગે માર્ગદર્શન
કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ પ્રવાસે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કરી ગ્રામ વિકાસના વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિરાણીયા પ્રાથમિક શાળાના પટાંગણમાં
રાજ્યપાલે વિરાણીયા ખાતે રાત્રિસભા યોજી


રાજ્યપાલે વિરાણીયા ખાતે રાત્રિસભા યોજી


રાજ્યપાલે વિરાણીયા ખાતે રાત્રિસભા યોજી


રાજ્યપાલે વિરાણીયા ખાતે રાત્રિસભા યોજી


રાજ્યપાલે વિરાણીયા ખાતે રાત્રિસભા યોજી


કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ પ્રવાસે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કરી ગ્રામ વિકાસના વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિરાણીયા પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલી આ રાત્રિસભામાં ગામના વિકાસ સાથે પરિવાર અને સમાજના સર્વાંગી ઉત્થાન માટે જરૂરી બાબતો પર રાજ્યપાલએ ભાર મૂક્યો હતો.

રાજ્યપાલએ ગામની સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને સામૂહિક શ્રમદાન માટે પ્રેરિત કર્યા હતા. કચ્છ જેવા પ્રદેશમાં પર્યાવરણનું મહત્વ સમજાવતા તેમણે દરેક પરિવારને ખાસ પ્રસંગોને યાદગાર બનાવવા વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી. જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ એક વૃક્ષ વાવવાથી પણ હરિયાળા કચ્છના નિર્માણમાં યોગદાન આપી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.

ખેતીના ક્ષેત્રે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાની હાકલ કરતાં રાજ્યપાલએ રાસાયણિક દવાઓના અતિરેકથી દૂર રહી જમીન અને માનવ સ્વાસ્થ્યને અનુકૂળ ખેતી તરફ આગળ વધવા જણાવ્યું હતું. ખેતીની સાથે પશુપાલનને આવકનું મહત્વનું સાધન બનાવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

જળસંચય અંગે તેમણે વરસાદી પાણીનો એક પણ ટીપો વેડફાય નહીં તે દિશામાં આયોજન કરવા તેમજ ગામમાં વધુ તળાવો અને પાણી સંગ્રહની વ્યવસ્થા વિકસાવવા અનુરોધ કર્યો હતો.

યુવા પેઢીના ઘડતર અંગે ચિંતા વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ વાલીઓને બાળકોને મોબાઇલના અતિરેક, જંકફૂડ અને વ્યસનોથી દૂર રાખી સંસ્કાર અને શિક્ષણ તરફ વાળવા જણાવ્યું હતું. તેમણે શિક્ષણને ગામના વિકાસની મજબૂત આધારશિલા ગણાવી તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સમાજે સામૂહિક જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી.

સામાજિક સમરસતા અને માનવધર્મનો સંદેશ આપતાં તેમણે જાતિ-જ્ઞાતિના ભેદભાવથી ઉપર ઊઠી ભાઈચારો અને એકતાની ભાવના સાથે ગામના વિકાસ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની હાકલ કરી હતી.

રાત્રિસભામાં તાલુકા પંચાયત પ્રમુખ સંતોકબા જાડેજા, જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, સરપંચ શક્તિસિંહ જાડેજા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande