
સુરત/અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) : ઇઝરાયલ જઈ રહેલા ફ્લાયદુબઈ વિમાનમાં ઓમાની પાયલોટે ભારતીય પાયલટ સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કર્યો હતો. UAE સરકારે શનિવારે આ માહિતી આપી હતી. માનવતા માટે કેપ્ટન સ્મિત મચ્છરએ પોતાના પ્રાણની પરવા કર્યા વગર 174 લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને આ સંઘર્ષમાં તેઑ ગંભીર રીતે ઘાયલ થયા.
ડૉ. હેડગેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ, સુરત” દ્વારા રવિવારે શિક્ષિકા બહેનોના પ્રશિક્ષણ વર્ગમાં 270 શિક્ષિકા અને 44 ટ્રસ્ટી ગણો સાથે રાંદેર અને મગોબમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કેપ્ટન સ્મિત મચ્છરના સસરા જયસુખ જોગી અને જોગી પરિવારના સદસ્યો મુંબઈ થી વિડિયો કોન્ફરન્સ થી સાથે જોડાયા હતા. જેમને કેપ્ટન સ્મિતના સ્વાવસ્થયની જાણકારી આપી.
સોમવારે દિનાંક 05 ઓકટોબરના રોજ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલ 268 સેવા કાર્ય કેન્દ્રો ઉપર કેપ્ટન સ્મિત મચ્છરના જડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના થશે અને શ્રી હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ