
- ચાલુ વર્ષે વધુ 65 મેગાવોટ ઉમેરવાનો લક્ષ્યાંક.
ગાંધીનગર, 05 ઓકટોબર (હિ.સ.) સરકારી ઇમારતો પર રિન્યુએબલ એનર્જી સિસ્ટમની દેખરેખ માટે ગુજરાતે આ વર્ષે IIoT આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ પણ શરૂ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 15,000થી વધુ સરકારી ઇમારતો પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવાનું આયોજન કર્યું છે.
ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર મોટા પ્રમાણમાં સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરી રહી છે.
સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 6,014 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઇ ચૂકી છે. ચાલુ વર્ષે વધુ 15,000 સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવાનું આયોજન છે. આનાથી હાલની ક્ષમતામાં 65 મેગાવોટનો વધારો થશે.
ક્લાઇમેટ ચેન્જ વિભાગ હેઠળ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા વર્ષ 2011-12થી અમલમાં મૂકવામાં આવેલી આ પહેલનો હેતુ પુન:પ્રાપ્ય ઉર્જા (રિન્યુએબલ એનર્જી)ને પ્રોત્સાહન આપવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ