રાજકોટ : માતા સાથે બોલાચાલી કરતા પિતાને અટકાવવા ગયેલી 19 વર્ષની પુત્રી ઉપર છરી વડે હુમલો
રાજકોટ, 06 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા માલિયાસણ ગામમાં રહેતી 19 વર્ષની યુવતિને તેના પિતાએ રાતે છરીનો ઘા ઝીંકી દેતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને
હુમલો


રાજકોટ, 06 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા માલિયાસણ ગામમાં રહેતી 19 વર્ષની યુવતિને તેના પિતાએ રાતે છરીનો ઘા ઝીંકી દેતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

જાણવા મળ્યા મુજબ માલિયાસણમાં રહેતી 19 વર્ષની યુવતિ રાતે સાડા નવેક વાગ્યે ઘરે હતી ત્યારે પિતાએ ઝઘડો કરી તેણીને બેઠકના ભાગે છરીનો ઘા મારી દેતાં લોહીલુહાણ થઇ ગઇ હતી. હુમલો કરી પિતા ભાગી ગયા હતાં. તેણીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. તે બે ભાઇ અને બે બહેનમાં બીજા નંબરે છે. તેણીએ કહ્યું હતું કે માતા સાથે મારા પિતા ઝઘડો કરતાં હોઇ હું વચ્ચે પડતાં ગુસ્સે થઇ મને છરી ઝીંકી દીધી હતી.

કુવાડવા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

બીજા બનાવમાં લોધીકાના વિરવા ગામે કારખાનામાં રહેતાં અને ત્યાં જ કામ કરતાં રાજ વિનોદભાઇ રાઉત નામના મુળ વાંસદા ધરમપુરના યુવાને પોતાની જાતે બ્લેડથી કાપા મારી લેતાં હાથમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને કરી હતી. રાજ પરિણીત છે. બંને વચ્ચે કોઇ વાતે ચડભડ થતાં પગલુ ભર્યાની શંકા સગાએ જણાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande