
પાટણ, 06 ઓક્ટોબર (હિ.સ.)સુરતમાં GCAU અને SGCCIના સંયુક્ત ઉપક્રમે ‘વંદે આયુકોન-2026’ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પાટણના જાણીતા આયુર્વેદ સર્જન ડો. વિપુલ મોદીને વિશેષ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ડો. વિપુલ મોદીએ ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ- ફાયદા અને ગેરફાયદા’ વિષય પર વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું. ખાસ કરીને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2021ના વિવિધ ફાયદા અને ગેરફાયદા અંગે ચર્ચા કરી હતી. તેમણે વિષયને તબીબી ક્ષેત્ર સાથે જોડીને મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવ્યા હતા.
કોન્ફરન્સ દરમિયાન GCAUના પ્રેસિડેન્ટ ડો. જીગ્નેશ પટેલ અને SGCCIના પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાના હસ્તે ડો. વિપુલ મોદીને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. મોદી GBAUના પૂર્વ સભ્ય છે તેમજ BAMS, KRTC, MHM (હોસ્પિટલ મેનેજમેન્ટ) અને સિનિયર પ્રોક્ટોલોજીસ્ટ તરીકે તબીબી ક્ષેત્રે સેવા આપી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ