ખેરગામના આછવણી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ
નવસારી, 06 ઓક્ટોબર (હિ.સ.)-નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી” વિષય પર એક દિવસીય પરિસંવાદ તથા તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં આછવણી સહિત આસપાસના ગામોના ખેડૂત
પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ


નવસારી, 06 ઓક્ટોબર (હિ.સ.)-નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા ખેરગામ તાલુકાના આછવણી ગામે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી” વિષય પર એક દિવસીય પરિસંવાદ તથા તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં આછવણી સહિત આસપાસના ગામોના ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શિબિરમાં બાગાયત અધિકારી સોનમબેન પટેલે રાસાયણિક ખાતર અને કીટનાશકોની અસરો તેમજ પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રગતિશીલ ખેડૂત રેખાબેને પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો તેમજ બાગાયતી પેદાશોમાં મૂલ્યવર્ધન અંગે માહિતી આપી હતી.

પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ ગુલાબભાઈ પટેલે જીવામૃત અને બીજામૃતની બનાવટ તથા ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે મહેશભાઈ શુકરભાઈ ગાવિતે જમીનની ફળદ્રુપતા જાળવવામાં મિત્ર કીટકો અને અળસિયાનું મહત્વ સમજાવ્યું હતું.

બાગાયત અધિકારીએ બાગાયત વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓ ઉપરાંત APEDA મારફતે બાગાયતી ઉત્પાદનોના બજાર અને નિકાસ અંગે પણ ખેડૂતોને માહિતી આપી હતી.

શિબિરના અંતે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા તેમજ ઝેરમુક્ત અને ગુણવત્તાસભર બાગાયતી ઉત્પાદન મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande