પોરબંદરમાં નશાબંધી અને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કાર્યક્રમ.
પોરબંદર, 06 ઓક્ટોબર (હિ.સ.) નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પોરબંદરમાં નશાબંધીના સઘન પ્રચાર-પ્રસાર માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પોરબંદરની છાયા સ્થિત સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે નશાબંધી તથા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કાર્યક્રમ
પોરબંદરમાં  નશાબંધી  અને  સાયબર ક્રાઈમ  અંગે  જાગૃતિ  કાર્યક્રમ.


પોરબંદરમાં  નશાબંધી  અને  સાયબર ક્રાઈમ  અંગે  જાગૃતિ  કાર્યક્રમ.


પોરબંદરમાં  નશાબંધી  અને  સાયબર ક્રાઈમ  અંગે  જાગૃતિ  કાર્યક્રમ.


પોરબંદર, 06 ઓક્ટોબર (હિ.સ.) નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પોરબંદરમાં નશાબંધીના સઘન પ્રચાર-પ્રસાર માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પોરબંદરની

છાયા સ્થિત સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે નશાબંધી તથા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

નશાબંધી

અધિક્ષક પી.આર.ગોહિલે વિદ્યાર્થીઓને

વ્યસન થી થતા નુકસાન અંગે

વિસ્તૃત માહિતી આપી હતી.પાન, માવા અને તમાકુ જેવા વ્યસનથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોવાની માહિતી આપી વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા સમજાવવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને તેમના વાલીઓની હાજરીમાં વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન

વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ પણ આપવામાં આવી હતી.ત્યારબાદ એસઓજી અને સાયબર પોલીસ દ્વારા ડિજિટલ સાયબર ક્રાઈમ કેવી રીતે થાય છે અને તેનાથી કેવીરીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શાળાના આચાર્યએ નશાબંધી વિભાગ અને પોલીસનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે વિસ્તારમાં વ્યસનનું પ્રમાણ

વધુ છે અનેવિદ્યાર્થીઓ પણ તેમાંથી બાકાતનથી. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવશે અને સારા પરિણામો મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં નશાબંધી અધિક્ષક પી. આર. ગોહિલ, સબ ઈન્સ્પેક્ટર બી. એમ. સોલંકી, એસઓજી પોલીસ તથા સાયબર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, શાળાના આચાર્ય અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande