
જૂનાગઢ 06 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ–૨૦૨૬ અંતર્ગત RUSA Component No. 11 તથા Faculty Improvementના સહયોગથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના વિશિષ્ટ યોગ કેન્દ્ર, પતંજલિ વેલનેસ કેન્દ્ર તથા શારીરિક શિક્ષા વિભાગના સંયુક્ત તત્ત્વાવધાન હેઠળ “વિકસિત ભારતના નિર્માણમાં યોગ, શારીરિક શિક્ષા, મર્મ અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા” વિષય પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન તા. ૭ ઓક્ટોબરથી ૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે કરવામાં આવશે. સંગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ યોગ, શારીરિક શિક્ષણ, મર્મ ચિકિત્સા તથા પ્રાકૃતિક ચિકિત્સાના વૈજ્ઞાનિક અને વ્યવહારુ પાસાઓ અંગે વ્યાપક ચર્ચા-વિચારણા કરી, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં તેની ભૂમિકા અંગે જાગૃતિ અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
કાર્યક્રમના સંરક્ષક તથા અધ્યક્ષ તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર એલ. પંડ્યા, પ્રેરક તરીકે દિલીપકુમાર રાણા (IAS), આયુક્ત, ઉચ્ચ શિક્ષણ તથા સ્ટેટ પ્રોજેક્ટ – SS RUSA અને PM-USHA, ગુજરાત, તેમજ નિમંત્રક તરીકે ડૉ. યોગેશ યાદવ, સ્ટેટ નોડલ ઓફિસર, RUSA તથા PM-USHA, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત અને ડૉ. મહેશકુમાર મેતરા, કુલસચિવ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ઉપસ્થિત રહેશે. સંગોષ્ઠીના આયોજક તરીકે ડૉ. ડી. એમ. મોકરીયા, પ્રભારી શોધનિદેશક, માર્ગદર્શક તરીકે પ્રો. વિનોદકુમાર ઝા, નિયામક, પી.જી. સ્ટડીઝ તથા સંયોજકો તરીકે ડૉ. જયેશકુમાર ડી. મુગરા, ડૉ. મનનકુમાર અગ્રવાલ અને ડૉ. મનિષા બી. રામ કાર્યરત છે.
ઉદ્ઘાટન સમારોહ - આ રાષ્ટ્રીય સંગોષ્ઠીનો ઉદ્ઘાટન સમારોહ તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પરિસરમાં યોજાશે. સંગોષ્ઠી દરમિયાન યોગ, શારીરિક શિક્ષણ, મર્મવિજ્ઞાન તથા પ્રાકૃતિક ચિકિત્સાના વિવિધ પાસાઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને વૈચારિક આદાન-પ્રદાન કરવામાં આવશે. વિકસિત ભારતના નિર્માણમાં સ્વસ્થ જીવનશૈલી, યોગ અને ભારતીય પરંપરાગત જ્ઞાનપદ્ધતિઓની ભૂમિકાને ઉજાગર કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે.
કાર્યક્રમમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર એલ. પંડ્યા સંરક્ષક તથા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર તથા SS RUSA અને PM-USHAના સ્ટેટ પ્રોજેક્ટના આયુક્ત દિલીપકુમાર રાણા (IAS) પ્રેરક તરીકે ઉપસ્થિત રહેશે. સંગોષ્ઠીના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જે. એન. વાઘેલા (IAS), કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ગીર સોમનાથ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના નિમંત્રક તરીકે ડૉ. યોગેશ યાદવ, સ્ટેટ નોડલ ઓફિસર, RUSA અને PM-USHA, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત તથા ડૉ. મહેશકુમાર મેતરા, કુલસચિવ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ઉપસ્થિત રહેશે.
ત્રણ દિવસ દરમિયાન યોગ, શારીરિક શિક્ષણ, મર્મ વિજ્ઞાન અને પ્રાકૃતિક ચિકિત્સા ક્ષેત્રના નિષ્ણાતો, શિક્ષકો, સંશોધકો, વિદ્યાર્થીઓ તથા રસ ધરાવતા પ્રતિભાગીઓ દ્વારા વિવિધ વિષયો પર સંશોધનાત્મક રજૂઆતો અને વિચારવિમર્શ કરવામાં આવશે. આ સંગોષ્ઠી દ્વારા પરંપરાગત ભારતીય જ્ઞાનપરંપરા અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ વચ્ચે સેતુ રચવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય સંગોષ્ઠી “વિકસિત ભારત–2047”ના સંકલ્પને સાકાર કરવામાં યોગ, સ્વાસ્થ્ય, શારીરિક સશક્તિકરણ અને પ્રાકૃતિક જીવનશૈલીના મહત્વને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિવાર દ્વારા સર્વે વિદ્વાનો, શિક્ષણવિદો, સંશોધકો તથા રસિકજનોને આ રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ