ખેલ મહાકુંભ-૨૦૨૬ જિલ્લા કક્ષા રસ્સાખેંચની તારીખ બદલાઈ
ગીર સોમનાથ 06 ઓક્ટોબર (હિ.સ.) રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-૨૦૨૬ આયોજન હાથ ધરવામાં આવશે. જેમાં ગીર સોમનાથ જિલ્લાકક્ષાની રસ્સાખેંચ સ્
ખેલ મહાકુંભ-૨૦૨૬ જિલ્લા કક્ષા રસ્સાખેંચની તારીખ બદલાઈ


ગીર સોમનાથ 06 ઓક્ટોબર (હિ.સ.) રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-૨૦૨૬ આયોજન હાથ ધરવામાં આવશે.

જેમાં ગીર સોમનાથ જિલ્લાકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા તા.૧૨/૧૦/૨૦૨૬ થી ૧૩/૧૦/૨૦૨૬ સુધી યોજાવાની હતી. સંજોગોવશાત આ સ્પર્ધા મોકૂફ રાખેલી છે. આ સ્પર્ધા હવે તા.૧૭/૧૦/૨૦૨૬ થી ૧૮/૧૦/૨૦૨૬ દરમિયાન યોજાશે.

તા.૧૦/૧૦/૨૦૨૬ અને ૧૨/૧૦/૨૦૨૬ ના રોજ હેન્ડબોલ સ્પર્ધા યોજાવાની હતી. જે સ્પર્ધા પણ મોકૂફ રાખી છે. આ સ્પર્ધાની નવી તારીખ બીજા તબક્કામાં જાણ કરવામાં આવશે.

આ ફેરફારની તમામ ખેલાડીઓએ નોંધ લેવા અને વધુ માહિતી માટે રસ્સાખેંચ કન્વીનરના મો. ૯૨૨૮૪ ૯૨૧૮૮ અને હેન્ડબોલ કન્વીનરના મો. ૯૯૨૪૨૯૪૮૫૫/૮૧૪૦૮૯૨૧૬૩ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande