તાલાલાના વીરપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે, ૦૯/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે ભરતીમેળો યોજાશે
ગીર સોમનાથ 6 ઓક્ટોબર (હિ.સ.) શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર તાલીમ નિયામકની કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને લક્ષ્ય ફાઉન્ડેશન વીરપુરના સંયુક્ત ઉપક્રમે ઉમિયા શૈક્ષણિક સંકુલ, ધાવા રોડ, વીરપુર ખાતે તા. ૦૯/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૧૦.૩૦ કલા
તાલાલાના વીરપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે, ૦૯/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે ભરતીમેળો યોજાશે


ગીર સોમનાથ 6 ઓક્ટોબર (હિ.સ.) શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર તાલીમ નિયામકની કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને લક્ષ્ય ફાઉન્ડેશન વીરપુરના સંયુક્ત ઉપક્રમે ઉમિયા શૈક્ષણિક સંકુલ, ધાવા રોડ, વીરપુર ખાતે તા. ૦૯/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે.

આ જોબફેરમાં હોસ્પિટાલિટી ટ્રેનર માટે ગ્રેજ્યુએટ (હોટેલ મેનેજમેન્ટ/ડિપ્લોમા) ૨૨ વર્ષ થી ૪૫ વર્ષ સુધીના ઈચ્છૂક ઉમેદવારો તેમજ અન્ય વિવિધ જગ્યાઓ માટે ધો.૧૦ પાસ થી ગ્રેજ્યુએટ ફ્રેશર તેમજ અનુભવી ઉમેદવારો ભાગ લઈ શકે છે.

આ એક ઓપન જોબફેર છે, જેથી કોલલેટર ન મળેલો હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદામાં આવતા હોય તો સ્વખર્ચે ઉપસ્થિત રહી શકે છે. આ જોબફેરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોવાથી ઉપસ્થિત ન રહેવા રોજગાર વિભાગ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande