સરસ્વતી વિદ્યાલય ખાતે રાસ, લોકનૃત્ય, પ્રાચીન ગરબા સહિતની સ્પર્ધાઓ યોજાશે
ગીર સોમનાથ, 06 ઓક્ટોબર (હિ.સ.) રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજકમિશન, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ સંચાલિત તાલુકા કક્ષાની કલા મહાકું
સરસ્વતી વિદ્યાલય ખાતે રાસ, લોકનૃત્ય, પ્રાચીન ગરબા સહિતની સ્પર્ધાઓ યોજાશે


ગીર સોમનાથ, 06 ઓક્ટોબર (હિ.સ.) રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજકમિશન, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ સંચાલિત તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા તા.૦૯/૧૦/૨૦૨૬ના રોજ સરસ્વતી વિદ્યાલય, વેરાવળ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે યોજાશે.

જેમાં (૧) વકતૃત્વ (૨) નિબંધ લેખન (૩) ચિત્રકલા (૪) ભરતનાટ્યમ (૫) એકપાત્રીય અભિનય (૬) લોકનૃત્ય (૭) રાસ (૮) પ્રાચીન ગરબા (૯) અર્વાચીન ગરબા (૧૦) લોકગીત (૧૧) ભજન (૧૨) તબલા (૧૩) હાર્મોનિયમ (૧૪) લગ્નગીત (૧૫) સમૂહગીત (૧૬) સુગમ સંગીત જેવી સ્પર્ધાની કૃતિ રહેશે.

સરસ્વતી સ્કૂલ, રાધાકૃષ્ણ મંદિર, પાસે વેરાવળ ખાતે યોજાનાર સ્પર્ધાનો રિપોર્ટિંગ સમય સવારે ૦૮:૪૫ કલાકે રહેશે અને સ્પર્ધા સવારે ૦૯:૦૦ કલાકેથી શરુ થશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃ્ત્તિઓની કચેરી, ગીર સોમનાથનો સંપર્ક કરવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande