
પોરબંદર, 06 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત
કાર્યરત ‘એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી’ (આત્મા–ATMA) દ્વારા પોરબંદર તાલુકાના બખરલા ગામના
ખેડૂત જાડેજા લખમણ દેવશીભાઈને વર્ષ 2024–25 માટે જિલ્લા કક્ષાનો ‘બેસ્ટ આત્મા
ફાર્મર્સ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે
ખેડૂત લખમણભાઈએ કૃષિક્ષેત્રે પોતાની આગવી
કોઠાસૂઝ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીમાં નવીનતા લાવી છે. ખાસ કરીને કૃષિ
પેદાશોમાં મૂલ્યવૃદ્ધિ (Value
Addition), આકર્ષક
અને યોગ્ય પેકિંગ તેમજ નવીન વેચાણ વ્યૂહરચના જેવા ક્ષેત્રોમાં તેમણે નોંધપાત્ર
કામગીરી કરી છે.
ગાંધીનગર આયોજિત કાર્યક્રમમાં લખમણભાઈને જિલ્લા
કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ તથા પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત
કરવામાં આવ્યા હતા. કૃષિક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ
બનવા બદલ તેમની કામગીરીની વિભાગ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya