
નવસારી, 06 ઓક્ટોબર (હિ.સ.)-ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. નવસારી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ-2026ની સ્પર્ધાઓ અગાઉ 1 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાવાની હતી, પરંતુ આ સ્પર્ધાઓ મુલતવી રાખવામાં આવી હતી.
હવે સુધારેલા આયોજન મુજબ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ-2026ની વિવિધ સ્પર્ધાઓ 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 દરમિયાન, જ્યારે બીજા તબક્કામાં 27 નવેમ્બરથી 6 ડિસેમ્બર 2026 દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
જિલ્લાના તમામ ખેલાડીઓને સુધારેલી તારીખોની નોંધ લઈ તે મુજબ સ્પર્ધાઓમાં ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.
ખેલ મહાકુંભ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોજે અબ્રામા, જીઆઈડીસી કોલેજ પાસે, નવસારી ખાતે સંપર્ક કરી શકાશે. તેમજ જિલ્લાના રમત કન્વીનરનો પણ સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે