બળેજ ગામે તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા.
પોરબંદર, 06 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લાના બળેજ ગામના વણકરવાસમાં ભગતભાઈ વેગડાના મકાનની વાળી ગલીમાં પોલીસે તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે અલ્પેશ ઉર્ફે કિરીટ હાજાભાઈ સાદિયા, મહેશ માલદે વેગડા, હરસુખ તવરમ
બળેજ ગામે તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 06 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લાના બળેજ ગામના વણકરવાસમાં ભગતભાઈ વેગડાના મકાનની વાળી ગલીમાં પોલીસે તીનપત્તીનો જુગાર રમતા છ

શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે અલ્પેશ ઉર્ફે

કિરીટ હાજાભાઈ સાદિયા, મહેશ માલદે વેગડા, હરસુખ તવરમભાઈ વેગડા, કાન્તી પુંજાભાઈ તથા મોહિત રમેશભાઈ વેગડા અને ભગત નાજાભાઈ વેગડા સામે કાર્યવાહી કરી હતી.

પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ જાહેરમાં તીનપત્તીના પાનાં વડે હારજીતનો જુગાર રમતા હોવાનું

સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી

તીનપત્તીના પાના નંગ-52, પાથરણું-01 તેમજ રોકડા 34,800 મળી કુલ 34,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગાર રમતા તમામ શખ્સોને સ્થળ પરથી ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાને પગલે પોલીસે બળેજ ગામમાં જુગારની

પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી હોવાનું સામે

આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande