નવરાત્રી નજીક આવતા ગાયના છાણમાંથી બનતી અગરબત્તી સહિતની પૂજા સામગ્રીની માંગ વધી
ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગરમાં નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માતાજીની આરાધના, પૂજા અને આરતી માટે જરૂરી સામગ્રીની ખરીદી માટે બજારોમાં લોકોની અવરજવર વધી રહી છે. ખાસ કરીને ગાયના છાણમાંથ
ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવી અગરબત્તી


ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગરમાં નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માતાજીની આરાધના, પૂજા અને આરતી માટે જરૂરી સામગ્રીની ખરીદી માટે બજારોમાં લોકોની અવરજવર વધી રહી છે. ખાસ કરીને ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવતી અગરબત્તી, ધૂપબત્તી, ગોમય ધૂપ સ્ટિક, ધૂપ કપૂર, ધૂપ કોન, પંચગવ્ય દીવા અને વૈદિક ધૂપ કેક જેવી વસ્તુઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.

નવરાત્રી દરમિયાન ઘરો ઉપરાંત મંદિરો, ગરબા સ્થળો અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ અગરબત્તી તથા ધૂપનો ઉપયોગ થતો હોવાથી તહેવાર નજીક આવતા તેની ખરીદી વધે છે. વેપારીઓના જણાવ્યા મુજબ ગ્રાહકો પરંપરાગત પૂજા સામગ્રીની સાથે કુદરતી સામગ્રીમાંથી તૈયાર થતી વસ્તુઓમાં પણ રસ દાખવી રહ્યા છે.

ગાયના છાણ સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને અગરબત્તી, ધૂપ સ્ટિક અને નાના છાણા જેવા વિવિધ ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. નવરાત્રીમાં માંગ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા અગાઉથી જ સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ વર્ષે બામ્બુ લેસ અગરબત્તીનું ચલણ પણ વધ્યું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વિવિધ સુગંધ અને કદમાં ઉપલબ્ધ અગરબત્તી તથા ધૂપની ખરીદી ગ્રાહકો પોતાની પસંદગી મુજબ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande