મહુવા નેશનલ હાઇવે-51 પર કન્ટેનરની અડફેટે બે ગાયનાં મોત
ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા નજીક નેશનલ હાઇવે-51 પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એકવાર અકસ્માતની ઘટના બનતા બે ગાયનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, નેશનલ હાઇવે-51 પરથી પસાર થઈ રહે
અકસ્માત સર્જનાર કન્ટેનર


ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા નજીક નેશનલ હાઇવે-51 પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એકવાર અકસ્માતની ઘટના બનતા બે ગાયનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, નેશનલ હાઇવે-51 પરથી પસાર થઈ રહેલા એક કન્ટેનરના ચાલકે રસ્તા પર આવેલી બે ગાયને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને ગાયનાં ઘટના સ્થળે જ મોત થયા હતા.

આ અકસ્માતની ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે લોકોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મહુવા વિસ્તારમાં હાઇવે પર વાહનોની અવરજવર સતત વધી રહી છે અને કેટલાક વાહનચાલકો બેફામ ઝડપે વાહનો હંકારી રહ્યા હોવાથી અકસ્માતનું જોખમ રહે છે.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતના થોડા સમય અગાઉ મોડી રાત્રે પણ આ જ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. સતત બની રહેલી અકસ્માતની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

બે ગાયનાં મોતની ઘટનાને પગલે ગૌપ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. ગૌપ્રેમીઓ અને સ્થાનિકોએ બેફામ તથા જોખમી રીતે વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ હાઇવે પર રખડતા પશુઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande