ભાવનગર જિલ્લામાં ૧૪૮ આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાયું
ભાવનગર, 01 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં બાળકોના પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે આંગણવાડી સુવિધાઓના વિસ્તરણ અને વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખા
આંગણ વાડી નું લોકાર્પણ


ભાવનગર, 01 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં બાળકોના પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે આંગણવાડી સુવિધાઓના વિસ્તરણ અને વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી ભાવનગર જિલ્લામાં નિર્માણ પામનાર કુલ ૧૪૮ આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આંગણવાડી કેન્દ્રો નાના બાળકોના પ્રાથમિક શિક્ષણ, પોષણ અને શારીરિક તેમજ માનસિક વિકાસ માટે પાયાની ભૂમિકા ભજવે છે. બાળકોને બાળપણથી જ યોગ્ય પોષણ અને શિક્ષણ મળી રહે તે માટે આંગણવાડી કેન્દ્રો મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યાં છે. આ કેન્દ્રોમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકોના વિકાસની સાથે માતાઓ અને ગર્ભવતી મહિલાઓ માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

ભાવનગર જિલ્લામાં ૧૪૮ આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તથી આંગણવાડીઓના માળખાકીય વિકાસને નવી ગતિ મળશે. નવા કેન્દ્રોના નિર્માણથી બાળકોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાયુક્ત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો માર્ગ મોકળો બનશે.

આ પહેલના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી સેવાઓ વધુ સુદૃઢ બનશે અને બાળકોને શિક્ષણ તથા પોષણની વધુ સારી સુવિધાઓ મળી શકશે. બાળ વિકાસના પાયાને મજબૂત બનાવવા માટે ભાવનગર જિલ્લામાં હાથ ધરવામાં આવેલી આ કામગીરી મહત્વપૂર્ણ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande