સુરતમાં શ્વાન સાથે ક્રૂરતાનો વીડિયો વાઇરલ, જીતુ ગોસ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
સુરત, 01 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરમાં શ્વાન સાથે ક્રૂરતા આચરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પશુપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે. વાઇરલ વીડિયોમાં જીતુ ગોસ્વામી નામનો વ્યક્તિ એક શ્વાનને જમીન પર જોરથી પટકતો જોવા મળે છે. આ ઘટના સામે આવ્યા બાદ પશ
Video of Cruelty Towards a Dog


સુરત, 01 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરમાં શ્વાન સાથે ક્રૂરતા આચરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પશુપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે. વાઇરલ વીડિયોમાં જીતુ ગોસ્વામી નામનો વ્યક્તિ એક શ્વાનને જમીન પર જોરથી પટકતો જોવા મળે છે. આ ઘટના સામે આવ્યા બાદ પશુપ્રેમી ગૌરાંગ મિશ્રાએ સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.

ધૈર્ય વેલફેર ફાઉન્ડેશન સાથે જોડાયેલા ગૌરાંગ મિશ્રાએ આ ઘટનાને લઈને જીતુ ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને લેખિતમાં રજૂઆત કરીને શ્વાન સાથે થયેલી ક્રૂરતાની તપાસ કરવા અને જવાબદાર વ્યક્તિ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસ અધિકારીઓએ પણ ફરિયાદને ધ્યાનમાં લઈને યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

ગૌરાંગ મિશ્રાએ જણાવ્યું હતું કે પશુઓની સેવા અને રક્ષણ કરવું તેમની સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે રસ્તા પર રહેતા શ્વાન સહિતના મૂંગા પશુઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવે અને તેમની સાથે કોઈપણ પ્રકારની ક્રૂરતા ન કરે. તેમણે ઉમેર્યું કે પશુઓને પણ સુરક્ષિત અને શાંતિપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande