પાક નિષ્ફળ જતાં જામનગરના વાવડી ગામના ખેડૂતનો આપઘાત
જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં વરસાદની અછત અને પાણીની ભારે તંગીના કારણે સર્જાયેલી દુષ્કાળ જેવી સ્થિતિએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો છે. ખેતીમાં પાક નિષ્ફળ જતાં અને આર્થિક સંકડામણ વધતાં વાવડી ગામના એક ખેડૂતે પોતાની વાડીના મકા
મોત


જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં વરસાદની અછત અને પાણીની ભારે તંગીના કારણે સર્જાયેલી દુષ્કાળ જેવી સ્થિતિએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો છે. ખેતીમાં પાક નિષ્ફળ જતાં અને આર્થિક સંકડામણ વધતાં વાવડી ગામના એક ખેડૂતે પોતાની વાડીના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બે સંતાનોના ભવિષ્યની ચિંતા અને પશુધનનું ભરણપોષણ ન કરી શકવાની લાચારી વચ્ચે ખેડૂતે આ કરુણ પગલું ભરતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા હેંમત હરિ મકવાણા (47) ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતાં અને પાણીની તંગીના લીધે ખેતીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. આ કારણે તેમની આર્થિક સ્થિતિ અત્યંત કથળી ગઈ હતી. એક તરફ ખેતીમાંથી કોઈ આવક થવાની આશા નહોતી, તો બીજી તરફ કુટુંબનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેની ચિંતા તેમને સતત સતાવી રહી હતી.

મૃતક ખેડૂતને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો છે. પાક નિષ્ફળ જવાથી બંને બાળકોના શિક્ષણ, ભરણપોષણ અને પરિવારના નિર્વાહ અંગેના પ્રશ્નો તેમને મૂંઝવી રહ્યા હતા. આ ઉપરાંત ખેતી માટે ઉપયોગી બે બળદોનો નિભાવ કરવો પણ તેમના માટે અશક્ય બન્યો હતો. ઘાસચારા અને પાણીની વ્યવસ્થા ન થઈ શકતાં આખરે ભારે હૈયે તેમણે પોતાના બંને બળદોને રાજકોટના એક આશ્રમમાં મૂકી આવવાની ફરજ પડી હતી.

આમ, ખેતીમાં નિષ્ફળતા, આર્થિક સંકટ અને પશુધનને પણ ન સાચવી શકવાની વેદનાથી પીડાતા હેંમત મકવાણાએ વાવડીથી લીંબુડા રસ્તા પર આવેલી પોતાની વાડીના મકાનમાં છતના હુક સાથે દોરડું બાંધી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે તેમના ભાઈ રમેશ હરિ મકવાણાએ જોડિયા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande