કોડિનારની એસ.કે.એમ. શાળા ખાતે 'શ્રેષ્ઠ પોષણ માતા સેવા' સન્માન કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ 1 નવેમ્બર (હિ.સ.) : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ''શ્રેષ્ઠ પોષણ માતા'' અંતર્ગત પીએમ પોષણ શક્તિ (મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો ''શ્રેષ્ઠ પોષણ માતા સેવા'' સન્માન કાર્યક્રમ આજે યોજાયો હતો. કોડિનારની એસ
કોડિનારની એસ.કે.એમ. શાળા


ગીર સોમનાથ 1 નવેમ્બર (હિ.સ.) : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં 'શ્રેષ્ઠ પોષણ માતા' અંતર્ગત પીએમ પોષણ શક્તિ (મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો 'શ્રેષ્ઠ પોષણ માતા સેવા' સન્માન કાર્યક્રમ આજે યોજાયો હતો.

કોડિનારની એસ. કે. એમ. અંગ્રેજી માધ્યમ શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની રસોઈ સ્પર્ધામાં વિજેતા થયેલ સંચાલક, મદદનીશ અને રસોયા બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, શાળાની વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરવામાં આવી હતી.

આ તકે, મંત્રીએ જણાવ્યું હતું કે, આજે શ્રેષ્ઠ પોષણ માતા સેવા સન્માન કાર્યક્રમમાં પોતાના બાળકોને લઈને ઉપસ્થિત રહેનાર તમામ ફ્રન્ટ લાઈનર વોરિયરને અભિનંદન કે, જેવો શાળાના બાળકોને પોતાના બાળકોની જેમ પૌષ્ટિક આહાર આપે છે. આ સન્માન માત્ર સન્માન નહીં, પરંતુ બહેનોની સેવા, કાર્ય અને મહેનતને બિરદાવવાનો કાર્યક્રમ છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ગુજરાત બીજા નંબરનું રાજ્ય છે જેણે આ પોષણ અભિયાન શરૂ કર્યું હતું. ગુજરાતમાં ૪૦ લાખ બાળકો ૩૨ હજાર શાળામાં પૌષ્ટિક આહાર લે છે. જેના થકી આજે કૂપોષણમાંથી મુક્તિ મળી છે.

આ ઘટાડાની પાછળ આ બહેનોનો પરિશ્રમ છે, તેઓ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે શાળામાં મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજના થકી બાળકોને નાસ્તો મળે છે. આ યોજના શરૂ કરવામાં ગુજરાત પ્રથમ નંબરે છે.

આ યોજનાને સફળ બનાવવામાં આ બહેનો યોદ્ધા સમાન છે. બાળકોને યોગ્ય પોષણ આપીને તેમને સુપોષિત કરવામાં આ બહેનોનું મહત્વપૂર્ણ યોગદાન છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના બાળકો, મહિલાઓના પોષણ માટે અનેક કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આપણે શિક્ષણ સાથે પોષણ મળે તેની કાળજી રાખવામાં આવે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકાની કુલ ૧૮ સંચાલક, મદદનીશ અને રસોયા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદાબેન બાંભણિયા, કોડિનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા, કોડિનાર મામલતદાર, નાયબ શિક્ષણ અધિકાર તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન સાથે જોડાયેલી બહેનો ઉપસ્થિત રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande