રાજકોટ સરસ મેળામાં કાશ્મીરી શાલોની ધૂમ માંગ: ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર
રાજકોટ, 01 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં યોજાયેલા રાષ્ટ્રીય સરસ મેળામાં કાશ્મીરથી આવેલા હસ્તકલા કારીગરોએ આકર્ષણ જમાવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે યોજાયેલા આ મેળામાં કાશ્મીરી અને પશ્મીના શાલની ભારે માંગ જોવા મળી રહી છે, જે દેશની વિવ
રાજકોટ સરસ મેળો


રાજકોટ, 01 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં યોજાયેલા રાષ્ટ્રીય સરસ મેળામાં કાશ્મીરથી આવેલા હસ્તકલા કારીગરોએ આકર્ષણ જમાવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે યોજાયેલા આ મેળામાં કાશ્મીરી અને પશ્મીના શાલની ભારે માંગ જોવા મળી રહી છે, જે દેશની વિવિધતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

કાશ્મીરના બારામુલ્લાહ જિલ્લાના સ્વ સહાય જૂથનું પ્રતિનિધિત્વ કરતા કારીગરો દ્વારા મેળામાં પરંપરાગત કાશ્મીરી શાલ, પશ્મીના શોલ, આરી વર્ક, સોજમી વર્ક તેમજ તિલ્લા વર્કવાળા આકર્ષક વસ્ત્રોનો સ્ટોલ લગાવવામાં આવ્યો છે. રંગબેરંગી અને કલાત્મક કાશ્મીરી વસ્ત્રોની અદભુત કારીગરીએ રાજકોટવાસીઓનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે, જેના કારણે અહીં વેચાણનું પ્રમાણ ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે.

આ સફળતા પાછળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થયું છે. અગાઉ ઘરની ચાર દીવાલો સુધી સીમિત રહેલી મહિલાઓ આ યોજનાના સહયોગથી ઘરની બહાર નીકળીને સ્વતંત્ર વ્યવસાય કરવા સક્ષમ બની છે. સરકાર દ્વારા આ પ્રદર્શનમાં સ્ટોલ, રહેવા અને જમવાની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.

ગુજરાતના લોકો તરફથી મળેલા ઉષ્માભર્યા આવકાર, પ્રેમ અને ઉત્સાહજનક પ્રતિસાદથી કારીગરો અભિભૂત થયા છે. સ્થાનિક સ્તરે પોતાના હાથની કારીગરીને મોટું બજાર અને ગ્રાહકોનું સન્માન મળતાં તેમનો આત્મવિશ્વાસ બમણો થયો છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ રહ્યો છે.

આમ, રાજકોટનો સરસ મેળો માત્ર ખરીદ-વેચાણનું સ્થળ ન રહેતા અસંખ્ય નારી શક્તિના સપનાઓને પાંખો આપી રહ્યો છે. આ મંચ ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વાસ્તવિક રૂપ આપીને દેશના વિકાસમાં મહિલા સશક્તિકરણની અનિવાર્યતા સિદ્ધ કરી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande