જામનગરમાં બેવડી ઋતુનો અનુભવ: લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાતાં શિયાળાના પગરવ
જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેર સહિત સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન આકરા તડકાને લીધે ગરમી અને રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવીને ઠં
ગરમી


જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેર સહિત સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન આકરા તડકાને લીધે ગરમી અને રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવીને ઠંડક પ્રસરી રહી છે. ઓક્ટોબર માસમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે સરકીને 19.5 ડિગ્રી નોંધાતાં શિયાળાના આગમનની સ્પષ્ટ અસર વર્તાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

આ વર્ષે જામનગર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસું નબળું રહેવા સાથે વરસાદની ખેંચ જોવા મળી હતી. ચોમાસાની સત્તાવાર વિદાયના સંક્રમણકાળ દરમિયાન હવામાનમાં સતત અસ્થિરતા જોવા મળી રહી છે. છેલ્લા એકાદ સપ્તાહથી દિવસનું મહત્તમ તાપમાન 36થી 37 ડિગ્રીની આસપાસ નોંધાતાં આસો માસમાં પણ ચૈત્ર માસ જેવી કાળઝાળ ગરમી અનુભવાઈ રહી હતી. જોકે, હવે રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાને કારણે મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ શરૂ થઈ ગયો છે.

સામાન્ય રીતે શરદ પૂર્ણિમાના તહેવાર બાદ રાત્રિના તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થતો હોય છે અને વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધતું હોય છે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારો પૂર્વે જ હવામાનમાં આવેલ આ ફેરફાર શિયાળાની વિધિવત શરૂઆતના સંકેત આપી રહ્યો છે. છતાં, બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેતું હોવાથી દિવસ દરમિયાન ઉકળાટ અને ગરમીનો માહોલ હજુ પણ યથાવત્ રહેવા પામ્યો છે.

તાપમાનમાં ફેરફારની સાથે જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં હવામાં ભેજનું પ્રમાણ વધવા લાગ્યું છે, જેના પરિણામે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સર્જાઈ રહ્યું છે. એક જ દિવસમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક જેવા પરસ્પર વિરુદ્ધ હવામાનના કારણે હાલારના રહીશો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. શિયાળાના પ્રારંભ સાથે જ રોગચાળો વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande