પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયમાં નવા વર્ષની શરૂઆત નિમિત્તે સ્નેહમિલન યોજાયું
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : નવા વર્ષની શરૂઆત નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ એકબીજાને રામ-રામ અને જય શ્રી કૃષ્ણ કહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયમાં નવા વર્ષની શરૂઆત નિમિત્તે સ્નેહમિલન યોજાયું


પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : નવા વર્ષની શરૂઆત નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ એકબીજાને રામ-રામ અને જય શ્રી કૃષ્ણ કહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી આનંદ અને ઉલ્લાસ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.

કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવે ઉપસ્થિત કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે આગામી વર્ષ સૌ માટે સફળ અને પ્રગતિશીલ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે કાર્યકર્તાઓની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા, મહેનત અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની લોકકલ્યાણકારી કામગીરીના આધારે ભાજપ આગામી સમયમાં પાટણ જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો પર વિજય મેળવશે. તેમણે જિલ્લાના નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અને બોટાદના પ્રભારી ડૉ. દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને પરસ્પર શુભેચ્છાઓના માહોલમાં સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande