રાધનપુર તાલુકાના બંધવડના બંધવડીયા હનુમાનજી મંદિરે નૂતન વર્ષે ભક્તોની ભીડ ઉમટી
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામે આવેલા શ્રી બંધવડીયા હનુમાનજી મંદિરે ગુજરાતી નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૩ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીનાં
રાધનપુર તાલુકાના બંધવડના બંધવડીયા હનુમાનજી મંદિરે નૂતન વર્ષે ભક્તોની ભીડ ઉમટી


પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામે આવેલા શ્રી બંધવડીયા હનુમાનજી મંદિરે ગુજરાતી નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૩ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીનાં દર્શનાર્થે મંદિરે પહોંચ્યા હતા. ભક્તોની ભારે ભીડથી મંદિર પરિસર ધમધમી ઊઠ્યું હતું અને ‘જય શ્રીરામ’ તથા ‘જય હનુમાન’ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

આ પ્રસંગે મંદિરના સંજીવનીદાસ બાપુએ વિશ્વભરના સનાતનીઓ સહિત સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા. તેમણે વિશ્વમાં શાંતિ, સમરસતા અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેમજ રાષ્ટ્ર અને વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર થાય તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા આરોગ્યની મંગલકામના વ્યક્ત કરી હતી.

બાપુએ નૂતન વર્ષની શરૂઆત દેવદર્શન, ગુરુદર્શન અને માતા-પિતાને વંદન કરીને કરવાની પરંપરાને ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કાર ગણાવ્યા હતા. તેમણે ‘સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ’ મંત્રના ભાવ સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અંતે ‘જય જય સીતારામ’ના જયઘોષ સાથે સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande