પાટણમાં સમાધાનની વાત કરવા આવેલા સાસરિયાઓએ પરિણીતા અને પિતાને માર માર્યો, પતિ સહિત 6 સામે ગુનો
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના કેનાલ રોડ પર આવેલી રાજનગર સોસાયટીમાં સમાધાનની વાત કરવા આવેલા સાસરિયાઓએ પરિણીતા અને તેના પિતા સાથે મારપીટ કરી હતી. આ મામલે પાટણ શહેર એ ડિવિઝન પોલીસે પતિ સહિત છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ
પાટણમાં સમાધાનની વાત કરવા આવેલા સાસરિયાઓએ પરિણીતા અને પિતાને માર માર્યો, પતિ સહિત 6 સામે ગુનો


પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના કેનાલ રોડ પર આવેલી રાજનગર સોસાયટીમાં સમાધાનની વાત કરવા આવેલા સાસરિયાઓએ પરિણીતા અને તેના પિતા સાથે મારપીટ કરી હતી. આ મામલે પાટણ શહેર એ ડિવિઝન પોલીસે પતિ સહિત છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના જમાલપુર-બહેરામપુરામાં રહેતી 32 વર્ષીય પરિણીતાએ 28 જૂન 2015ના રોજ અરૂણ લાલજી ચાવડા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમને 9 વર્ષનો પુત્ર છે. પતિ દ્વારા છેલ્લા છ વર્ષથી કેફી પદાર્થના નશામાં મારપીટ અને શારીરિક-માનસિક ત્રાસ અપાતો હોવાથી પરિણીતા 29 ઓક્ટોબર 2026ના રોજ પાટણમાં બહેનના ઘરે રહેવા આવી હતી.

9 નવેમ્બર 2026ના રોજ સવારે 10 વાગ્યે પતિ અરૂણ અને તેના પરિવારજનો સમાધાનની વાત કરવા રાજનગર સોસાયટીમાં આવ્યા હતા. દરમિયાન રતનબેન ઇશ્વર ચાવડાએ પરિણીતાની પીઠ પર મુક્કા માર્યા હતા, જ્યારે ભુપેન્દ્ર ઇશ્વર ચાવડાએ અપશબ્દો બોલ્યા હતા. ઝપાઝપીમાં પરિણીતાનો ડ્રેસ પણ ફાટી ગયો હતો.

પરિણીતાના પિતા વચ્ચે પડતાં તેમની સાથે પણ મારપીટ કરી શર્ટ ફાડી નાખવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ અરૂણ, હંસાબેન, લાલજી અને ઇશ્વર ત્યાં આવી ગાળાગાળી કરી હતી અને અમદાવાદ આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ આત્મહત્યા કરીને પરિવારજનોનાં નામ લખાવી દેવાની ધમકી પણ આપી હતી.

પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે અરૂણ લાલજી ચાવડા, રતનબેન ઇશ્વર ચાવડા, ભુપેન્દ્ર ઇશ્વર ચાવડા, હંસાબેન લાલજી ચાવડા, લાલજી જીવા ચાવડા અને ઇશ્વર જીવા ચાવડા મળી કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande