




ઠાકોરજીના દિવ્ય સાનિધ્યમાં મહાઆરતી, લાઈટ અને સાઉન્ડ શો ભવ્યાતિભવ્ય યોજાયો હતો
રજત જયંતિ, દિવાળી અને નૂતન વર્ષ સાથે ત્રિવેણી સંગમ રચાતાં ભક્તોમાં ઉલ્લાસ બેવડાયો
ઉજવણીમાં હરિભક્તો ભક્તિરસમાં લીન થયા 25 હજાર દીવડાથી મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું
ભરૂચ 10 નવેમ્બર (હિ.સ.) : ભરૂચ બીએપીએસ મંદિરની રજત જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી સાથે દિવાળી-નૂતન વર્ષના ત્રિવેણી સંગમમાં હજારો ભક્તો મહાઆરતીમાં લીન થયા હતા.
ભરૂચ ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગતરાત્રીએ મહાઆરતીનું ભવ્ય આયોજન થયું હતું.
મહાઆરતીમાં 25000 થી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાયો હતો.દિવડા પ્રગટાવવા તેમજ અન્ય સેવા કાર્યમાં 1500થી વધુ સ્વયં સેવકોએ સેવા આપી હતી.
10 હજારથી વધુ નગરજનોએ મહાઆરતી ,લાઈટ એન્ડ સાઉન્ડ શો અને દર્શનનો લાભ લીધો હતો.ભરૂચ બીએપીએસ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા આજે રજત જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. દિવાળી અને નવું વર્ષ સાથે મંદિરની રજત જયંતિ એમ ઉત્સવનો ત્રિવેણી સંગમ બનતા ઉજવણીનો ઉત્સાહ ત્રિગુણો થઈ ગયો છે.ઠાકોરજીની દિવ્ય મૂર્તિ સમક્ષ આરતીની ધૂન અને ભક્તિમય વાતાવરણ સાથે મહાઆરતીમાં હજારો ભાવિક.ભક્તિએ લાભ લીધો હતો.આ સંપૂર્ણ પ્રસંગને સુપેરે પાર પાડવા સંતોનું માર્ગદર્શન મળ્યું હતું
બીએપીએસ મંદિર ખાતે રજત જયંતી 25 વર્ષ નિમિત્તે એક અત્યંત ભવ્યાતિભવ્ય મહાઆરતીના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે દિવાળીનો પાવન પર્વ, નૂતન વર્ષનો પ્રારંભ અને મંદિરનો રજત જયંતી મહોત્સવ એકસાથે આવતાં ત્રિવેણી સંગમ જેવો અદ્ભુત યોગ સર્જાયો હતો. આ ત્રિપલ ઉત્સવના કારણે તમામ હરિભક્તો અને સ્થાનિક રહીશોમાં આનંદ અને ઉત્સાહ ત્રિગુણો થઈ ગયો હતો.
મહોત્સવ દરમિયાન ઠાકોરજીની દિવ્ય મૂર્તિ સમક્ષ ભક્તિમય વાતાવરણમાં સંગીતમય આરતી અને ધૂનની રમઝટ બોલી હતી. આ પ્રસંગે આયોજિત મહાઆરતીમાં હજારોની સંખ્યામાં આવેલ ભાવિક ભક્તોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર પરિસર જય ઠાકોરજી અને જય શ્રી સ્વામિનારાયણના નારાઓ અને ભક્તિ સંગીતથી ગુંજી ઊઠ્યું હતું.
આ સમગ્ર વિશાળ આયોજન અને મહોત્સવને સુપેરે પાર પાડવા માટે સંતો-મહંતોનું પ્રત્યક્ષ માર્ગદર્શન અને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. સંતોની નિશ્રામાં આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણ અત્યંત આહલાદક અને દિવ્ય બની રહ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ