મુખ્યમંત્રીએ અમદાવાદના નાગરિકો, તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું
અમદાવાદ, 10 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના પ્રારંભે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ શાહીબાગ સ્થિત એનેક્સી સર્કિટ હાઉસ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ તેમજ સામાન્ય નાગરિકો સાથે મુલા
નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન


નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન


અમદાવાદ, 10 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના પ્રારંભે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ શાહીબાગ સ્થિત એનેક્સી સર્કિટ હાઉસ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ તેમજ સામાન્ય નાગરિકો સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ હસમુખભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ મુખ્યમંત્રીએ નૂતન વર્ષ નિમિત્તે શાહીબાગ ડફનાળા સ્થિત પોલીસ ઓફિસર્સ મેસ ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસવડા જી.એસ. મલિક, ડીજી (જેલ) ડૉ. કે.એલ.એન. રાવ, પોલીસ મહાનિદેશક શ્રીમતી ડૉ. નીરજા ગોટરુ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande