

ગાંધીનગર, 10 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2083 ના નૂતન વર્ષના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગર ના પંચદેવ મંદિર માં ભક્તિભાવ પૂર્વક દર્શન પૂજન થી કર્યો.
મુખ્યમંત્રીએ આ અવસરે સૌ નાગરિકોના સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય જીવનની પ્રાર્થના કરી હતી અને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલી નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી હતી.
આ અવસરે ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોર, ધારાસભ્ય રીટા બહેન પટેલ, શહેર સંગઠન પ્રમુખ ડો. આશિષ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહેન્દ્રભાઇ પટેલ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને નૂતન વર્ષ ની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે વિકસત ભારત અને નશા મુક્ત ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંકલ્પ ને સાકાર કરવામાં વિકસિત ગુજરાત અને નશા ગુજરાત માટે સૌ સાથે મળીને નૂતન વર્ષે સંકલ્પ કરીએ.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ