રાજકોટ ડિવિઝનમાં DLC અભિયાન 5.0: 148 ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવાયા
રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વરિષ્ઠ પેન્શનરો માટે ચલાવવામાં આવી રહેલા ''DLC અભિયાન 5.0'' અંતર્ગત અત્યાર સુધીમાં ૧૪૮ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યા છે, જે વયોવૃદ્ધો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થયા છે.
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ


રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વરિષ્ઠ પેન્શનરો માટે ચલાવવામાં આવી રહેલા 'DLC અભિયાન 5.0' અંતર્ગત અત્યાર સુધીમાં ૧૪૮ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યા છે, જે વયોવૃદ્ધો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થયા છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના એકાઉન્ટ્સ વિભાગ દ્વારા પેન્શનરો તેમજ પારિવારિક પેન્શનરોની સુવિધા માટે 'DLC અભિયાન 5.0' અંતર્ગત વિવિધ સ્થળોએ વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર દ્વારા જારી કરાયેલી માહિતી મુજબ, આ અભિયાન હેઠળ એકાઉન્ટ્સ વિભાગના કર્મચારીઓ દ્વારા પેન્શન એસોસિએશન, રાજકોટ, થાનની પીએફઆઈ કચેરી, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તથા હાપા રેલવે સ્ટેશન સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ સ્થળોએ શિબિરો યોજવામાં આવી હતી.

આ વિશેષ શિબિરો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪૮ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. આ ખાસ ઉપલબ્ધિમાં ૮૦ વર્ષ કે તેથી વધુ વયના ૨૮ વરિષ્ઠ પેન્શનરો પણ સામેલ છે, જેમને ઘર નજીક જ આ ડિજિટલ સુવિધાનો વિશેષ લાભ મળ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજરના જણાવ્યા અનુસાર, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને સર્ટિફિકેટ કઢાવવામાં સરળતા કરી આપવાનો અને તેમને બિનજરૂરી દોડધામમાંથી મુક્તિ અપાવવાનો છે.

રાજકોટ ડિવિઝનના એકાઉન્ટ્સ વિભાગની આ લોકઉપયોગી પહેલથી પેન્શનરોને પોતાના ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવવામાં ભારે સરળતા મળી રહી છે. આ કાર્ય રેલવે પ્રશાસનની પેન્શનરો પ્રત્યેની સંવેદનશીલતા, ઉત્કૃષ્ટ સેવાભાવના અને ડિજિટલ સુવિધાઓને પ્રોત્સાહન આપવાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ અભિયાન અન્વયે વિશેષ શિબિરોનું આયોજન આગામી ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુધી સતત ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ પેન્શનરો અને પારિવારિક પેન્શનરો આ સુવિધાનો લાભ મેળવી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande