જામનગરના રણજીતનગર વિસ્તારમાં દિવાળીની રાત્રે મકાનની છત ધરાશાયી થતાં વૃદ્ધ દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનમાં પોપડા પડવાની દુર્ઘટના સર્જાતા જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) : જૂના જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલી એન.સી.સી. સ્કૂલ પાસેના હાઉસિંગ બોર્ડના મકાનમાં દિવાળીના પાવન પર્વની
જી.જી.હોસ્પિટલ


- હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનમાં પોપડા પડવાની દુર્ઘટના સર્જાતા જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) : જૂના જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલી એન.સી.સી. સ્કૂલ પાસેના હાઉસિંગ બોર્ડના મકાનમાં દિવાળીના પાવન પર્વની રાત્રે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં અચાનક રહેણાંક મકાનની છતના પોપડા ધરાશાયી થતાં ઘરમાં હાજર ધીરજલાલ ગોરધનદાસ કારિયા (60) અને તેમના પત્ની પ્રફુલાબેન કારિયા (60) ગંભીર રીતે ઘવાયા હતા. આ અણધારી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી.

ઘટનાના સમયે મકાનની છતના પોપડા ધડાકાભેર નીચે ખાબકતા ધીરજલાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા, જ્યારે પ્રફુલાબેનને શરીરે મૂંઢ ઈજાઓ થઈ હતી. મોટો ધડાકો સાંભળીને તુરંત જ આસપાસના પાડોશીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચાડ્યા હતા.

હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, માથાના ભાગે ગંભીર ઈજા પામેલા ધીરજલાલ કારિયાની નાજુક હાલતને ધ્યાનમાં રાખી તબીબોએ તેમને સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર શરૂ કરી છે. તહેવારના ટાણે બનેલી આ આઘાતજનક ઘટનાના કારણે આસપાસના અન્ય જર્જરિત મકાનોમાં રહેતા રહીશોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande