સ્કોર્પિયો કાર વેચવાના નામે રૂ.50 હજારની છેતરપિંડી.
Gujarat, 10 નવેમ્બર (હિ.સ.) વાછોડા ગામના એક યુવક સાથે સ્કોર્પિયો કાર વેચવાના નામે રૂ.50 હજારની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. આ મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી વિગતો મુજબ, વાછોડા ગામના દીપક વિક્રમભાઈ ગોરાણિયા , વ્યવસાયેખેતી)ન
સ્કોર્પિયો કાર વેચવાના નામે રૂ.50 હજારની છેતરપિંડી.


Gujarat, 10 નવેમ્બર (હિ.સ.) વાછોડા ગામના એક યુવક સાથે સ્કોર્પિયો કાર વેચવાના નામે રૂ.50 હજારની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. આ મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી વિગતો મુજબ, વાછોડા ગામના દીપક વિક્રમભાઈ ગોરાણિયા , વ્યવસાયેખેતી)ને સ્કોર્પિયો કાર ખરીદવાની હતી. દરમિયાન આરોપી નંબર-1 વાહનોની લે-વેચના દલાલ તરીકે કામ કરતો હોવાનું અને આરોપી નંબર-2 આકાશરાજેશભાઈ મન્સુરી સ્કોર્પિયો કારનો માલિક હોવાનું જણાવી કાર વેચવા માટે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત મૂકી હતી.

આ જાહેરાતના આધારે ફરિયાદીએ આરોપીઓનો સંપર્ક કર્યો હતો. કારના વેચાણનો સોદો નક્કી થયા બાદ આરોપીઓએ ફરિયાદી પાસેથી એડવાન્સ પેટે 50 હજાર મેળવી લીધા હતા. જોકે, રકમ મેળવ્યા બાદ આરોપીઓએ સ્કોર્પિયો કાર ફરિયાદીને સોંપી ન હતી તેમજ લીધેલી રકમ પણ પરત કરી ન હતી. આ રીતે કાર વેચવાના બહાને 50 હજાર મેળવી છેતરપિંડી કરવામાં આવતાં ફરિયાદ નોંધાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande