
-વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે શ્રદ્ધાળુઓએ વર્ષના પ્રથમ દિવસે કરી ધન્યતા અનુભવી
સોમનાથ 10 નવેમ્બર (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે, વિક્રમ સંવત ૨૦૮૩ના પ્રથમ દિવસે, ભક્તોનો અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો હતો. નવા વર્ષના મંગલ પ્રારંભે, સોમનાથ મહાદેવના દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શિવજીને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
આજે વહલી સવારથી મંદિર માં જય સોમનાથ ના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું હતું, સાથે સોમનાથ મહાદેવને શાંતિના પ્રદાતા અને કલ્યાણના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ દિને ભક્તોએ વ્યક્તિગત સુખ-સમૃદ્ધિની સાથે સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખની પ્રાર્થના કરી હતી. વર્ષના પ્રથમ શૃંગાર અને પ્રાતઃ આરતીના દિવ્ય દર્શન કરીને શ્રદ્ધાળુઓએ, આવનારું વર્ષ શાંતિ, પ્રગતિ, સુખાકારી અને નિરામય આયુષ્ય લઈને આવે તેવી કામના કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ