દિવાળીમાં પોરબંદરનું પ્રસિદ્ધ કમલા નહેરુ બાગ અંધકારમાં ગરકાવ, વોકિંગ કરવા આવતા નાગરિકો પરેશાન
પોરબંદર , 10 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના કમલા નહેરુ બાગમાં દિવાળીના તહેવારો દરમિયાન પણ અંધકાર છવાયેલો જોવા મળી રહ્યો છે. શહેરના આ બાગમાં વહેલી સવારે અને મોડી સાંજે વોકિંગકરવા આવતા સિનિયર સિટીઝનો, મહિલાઓ તેમજ અન્ય શહેરીજનોને ભારે હાલાક
દિવાળીમાં  કમલા નહેરુ બાગ અંધકારમાં ગરકાવ વોકિંગ કરવા આવતા નાગરિકો પરેશાન.


દિવાળીમાં  કમલા નહેરુ બાગ અંધકારમાં ગરકાવ વોકિંગ કરવા આવતા નાગરિકો પરેશાન.


દિવાળીમાં  કમલા નહેરુ બાગ અંધકારમાં ગરકાવ વોકિંગ કરવા આવતા નાગરિકો પરેશાન.


દિવાળીમાં  કમલા નહેરુ બાગ અંધકારમાં ગરકાવ વોકિંગ કરવા આવતા નાગરિકો પરેશાન.


પોરબંદર , 10 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના કમલા નહેરુ બાગમાં દિવાળીના તહેવારો દરમિયાન પણ અંધકાર છવાયેલો જોવા મળી રહ્યો છે. શહેરના આ બાગમાં વહેલી સવારે અને મોડી સાંજે

વોકિંગકરવા આવતા સિનિયર સિટીઝનો, મહિલાઓ તેમજ અન્ય શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે-ત્રણ મહિનાથી કમલા નહેરુ

બાગમાં અનેક લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી

છે.જેના કારણે વહેલી સવારે અને સાંજના સમયે બાગમાં બેસવું કે વોકિંગ કરવું પણ

મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને મોટી ઉંમરના વડીલોને અંધકારમાં ચાલતી વખતે મુશ્કેલીનો સામનોકરવો પડે છે.આ ઉપરાંત બાગમાં બાળકો માટે બનાવવામાં આવેલા રમતગમતનાં સાધનો પાસે પણ પૂરતો પ્રકાશ ન હોવાથી બાળકોની સુરક્ષાને

લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

પરિવાર સાથે બાગમાં આવતા માતા-પિતા અંધકારના કારણે બાળકો ક્યાં રમે છે અને શું કરી

રહ્યાં છે તેના પર યોગ્ય રીતે નજર રાખી શકતા નથી.પરિણામે બાળકોને રમવા માટે બનાવવામાં આવેલી જગ્યાઓનો ઉપયોગ કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે.દિવાળીના તહેવારો દરમિયાન શહેરના બાગ-બગીચાઓમાં લોકોની અવરજવર વધતી હોય છે, ત્યારે કમલા નહેરુ બાગમાં લાઈટો બંધ રહેતાં નાગરિકોમાં નારાજગી જોવા

મળી રહી છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા

માત્ર સફાઈ કે દેખાવ પૂરતું જ નહીં, પરંતુ નાગરિકોની સુરક્ષા અને સુવિધાને પણ પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ ઊઠી છે.શહેરીજનોએ માંગ કરી છે કે કમલા નહેરુબાગની તમામ બંધ લાઈટોનું તાત્કાલિક સમારકામ કરાવી સમગ્ર બાગને રોશનીથી ઝળહળતો બનાવવામાં આવે, જેથી વડીલો, મહિલાઓ અને બાળકો સહિત બાગમાં આવતા તમામ લોકોને પડતી મુશ્કેલીનો અંત આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande