પોરબંદરના કાટવાણામાં સિંહ પરિવારની રાત્રિ ગર્જના, સીસીટીવીમાં કેદ
પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર તાલુકાના કાટવાણા ગામે રાત્રે સિંહ પરિવારની અવરજવરથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી. સિંહ પરિવાર ગર્જના સાથે ખેતરમાંથી પસાર થઈ ખેડૂતના ઘરઆંગણા સુધી પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા CCTV કેમેરામ
પોરબંદરના  કાટવાણામાંસિંહ  પરિવારની  રાત્રિ ગર્જના.


પોરબંદરના  કાટવાણામાંસિંહ  પરિવારની  રાત્રિ ગર્જના.


પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર તાલુકાના કાટવાણા ગામે રાત્રે સિંહ પરિવારની અવરજવરથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી. સિંહ પરિવાર ગર્જના સાથે ખેતરમાંથી પસાર થઈ ખેડૂતના ઘરઆંગણા સુધી પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

CCTVમાં જોવા મળતા દૃશ્યો મુજબ ખેડૂતના ઘર આંગણે ભેંસો બાંધેલી હતી, ત્યારે સિંહ પરિવાર એક પછી એક ભેંસોની એકદમ નજીકથી પસાર થતો જોવા મળ્યો હતો. દરમિયાન વનરાજની ગર્જના સાંભળીને ખેડૂત જાગી ગયો હતો અને તેણે તાત્કાલિક લાઈટો ચાલુ કરી હતી. લાઈટનો પ્રકાશ થતાં જ સિંહ પરિવારનું ટોળું બાંધેલી ભેંસોથી દૂર ખસી ગયું હતું. સિંહોની આટલી નજીક હાજરી છતાં કોઈ પશુને ઇજા પહોંચી ન હતી કે શિકાર કરવામાં આવ્યો ન હતો. જેના કારણે ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, પોરબંદરના બરડા ડુંગરમાં આશરે 143 વર્ષ બાદ સિંહ પરિવારની વાપસી થઈ છે.બરડા ડુંગરમાં વસવાટ કરતા સિંહોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.જેના પરિણામે હવે સિંહ પરિવાર બરડા ડુંગરની આસપાસ આવેલા ગામડાઓ અને વાડી વિસ્તારોમાં લટાર મારતો જોવા મળી રહ્યો છે. જંગલ વિસ્તારની બહાર માનવ વસાહત અને ખેતરો સુધી સિંહોની અવરજવર વધતાં ગ્રામ્ય વિસ્તારોમાં વનરાજની હાજરી સતત ચર્ચાનો વિષય બની રહી છે.

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં 25 ઓક્ટોબરના રોજ બખરલા ગામના વાડી વિસ્તારમાં સિંહ પરિવારે પશુનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ હવે કાટવાણા ગામે સિંહ

પરિવારની અવરજવર CCTVમાં કેદ થઈ છે. જોકે આ વખતે ખેડૂતના ઘર આંગણે બાંધેલા પશુઓનો શિકાર કર્યા વિના અને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સિંહ પરિવાર આગળ વધી જતાં પશુપાલકોએ રાહત અનુભવી હતી. બરડા ડુંગરની આસપાસનાં ગામોમાં વનરાજની વધતી અવરજવર હવે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કુતૂહલ સાથે સાવચેતીનો વિષય પણ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande