
અમદાવાદ, 10 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારમાં પડતર પછી આજે વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની ગુજરાતભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે શરૂઆત થઈ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં થલતેજના નિવાસસ્થાને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. અમિત શાહના ઘરે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીના નિવાસસ્થાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
મુખ્યમંત્રી અને રાજ્યપાલે અમિત શાહ અને તેમના પરિવારને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
આજે નવા વર્ષની ઉજવણી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં થલતેજ ખાતે નિવાસસ્થાને કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ઘરે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સમૃદ્ધિ માટે ગાંધીનગરમાં પંચદેવ મંદિરે પૂજા-અર્ચના કરી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ