દેવભૂમિ દ્વારકાની ફેમિલી કોર્ટમાં કાઉન્સેલરની ભરતી: 19 નવેમ્બર સુધી અરજી કરી શકાશે
દ્વારકા, 10 નવેમ્બર (હિ.સ.) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ઓખામંડળ અને કલ્યાણપુર સ્થિત ફેમિલી કોર્ટ ખાતે કરાર આધારિત કાઉન્સેલરની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવ
ચુકાદો


દ્વારકા, 10 નવેમ્બર (હિ.સ.) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ઓખામંડળ અને કલ્યાણપુર સ્થિત ફેમિલી કોર્ટ ખાતે કરાર આધારિત કાઉન્સેલરની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ આવનારી 19 નવેમ્બર સુધીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે, ત્યારબાદ નિયમાનુસાર ઇન્ટરવ્યૂ તથા આગળની પસંદગી પ્રક્રિયા યોજાશે.

આ ભરતી માટે સામાજિક વિજ્ઞાન અથવા સાયકોલોજી (મનોવિજ્ઞાન) વિષયમાં સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આ ઉપરાંત સંબંધિત ક્ષેત્રમાં ૨ વર્ષનો કાઉન્સેલિંગનો અનુભવ હોવો ફરજિયાત છે. અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા ૩૫ થી ૬૫ વર્ષની હોવી જોઈએ. આ નક્કી કરેલા ધોરણો પૂર્ણ કરતા ઉમેદવારો જ પસંદગી પ્રક્રિયા માટે પાત્ર ગણાશે.

અરજી ફોર્મ, નિમણૂંકની વિવિધ શરતો તથા ભરતી અંગેની વધુ વિગતો સત્તાવાર વેબસાઇટ DevbhumiDwarka.dcourts.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉમેદવારો આ વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને અંતિમ તારીખ પહેલાં અરજી કરી શકે છે. સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેથી પાત્રતા ધરાવતા ઉમેદવારોને વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande