દિવાળીના તહેવારો અને રજાઓ દરમિયાન પોરબંદરના સુદામા મંદિરે ભક્તો અને પ્રવાસીઓનો ભારે ધસારો
પોરબંદર , 10 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો અને રજાઓ દરમિયાન પોરબંદરના સુદામા મંદિરે ભક્તો અને પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દેશભરમાં સુદામાજીનું એકમાત્ર મંદિર પોરબંદરમાં આવેલું હોવાથી ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યા
દિવાળીમાં  સુદામા  મંદિરે પ્રવાસીઓનો  ધસારો.


દિવાળીમાં  સુદામા  મંદિરે પ્રવાસીઓનો  ધસારો.


દિવાળીમાં  સુદામા  મંદિરે પ્રવાસીઓનો  ધસારો.


દિવાળીમાં  સુદામા  મંદિરે પ્રવાસીઓનો  ધસારો.


પોરબંદર , 10 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો અને રજાઓ દરમિયાન પોરબંદરના સુદામા મંદિરે ભક્તો અને પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દેશભરમાં સુદામાજીનું એકમાત્ર મંદિર પોરબંદરમાં આવેલું હોવાથી ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે.દિવાળીની રજાઓમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઈને પરિવાર સાથે આવતા સહેલાણીઓ સુદામાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની અતૂટમિત્રતાની ગાથા તથા મંદિરની ધાર્મિક પરંપરા પ્રવાસીઓને વિશેષ આકર્ષી રહી છે.મંદિરના પ્રાંગણમાં આવેલી લખચોરાશી પ્રદક્ષિણા અને સુદામા કુંડપણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. રાજસ્થાન સહિત દેશનાં અલગ-અલગ રાજ્યો માંથી આવતા પ્રવાસીઓ અહીં દર્શન સાથે મંદિરની ઐતિહાસિક અને ધાર્મિક વિશેષતા ઓવિશે પણ જાણકારી મેળવી રહ્યા છે.માત્ર દેશના પ્રવાસીઓ જ નહીં, પરંતુ વિદેશી સહેલાણીઓમાં પણ સુદામા મંદિર પ્રત્યે આકર્ષણ જોવા મળે છે. ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં મુલાકાતે આવે છે. આમ, સુદામા મંદિર પોરબંદરની ધાર્મિક આસ્થા સાથે પ્રવાસન ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande