18 વર્ષથી ફરાર અકસ્માતના ગુનાના આરોપીને સુરત પોલીસે કચ્છમાંથી ઝડપી પાડ્યો
સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : સુરત શહેરની સચિન પોલીસને લાંબા સમયથી ફરાર આરોપીને પકડવામાં સફળતા મળી છે. અકસ્માતના ગુનામાં છેલ્લા 18 વર્ષથી પોલીસ અને કાયદાની પકડથી દૂર રહેલા 52 વર્ષીય રીયાઝઅહેમદ રોશનદીન પઠાણને પોલીસે કચ્છના અંજાર વિસ્તારમાંથી ઝડપી પાડ્ય
Surat Police Apprehends Accused


સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : સુરત શહેરની સચિન પોલીસને લાંબા સમયથી ફરાર આરોપીને પકડવામાં સફળતા મળી છે. અકસ્માતના ગુનામાં છેલ્લા 18 વર્ષથી પોલીસ અને કાયદાની પકડથી દૂર રહેલા 52 વર્ષીય રીયાઝઅહેમદ રોશનદીન પઠાણને પોલીસે કચ્છના અંજાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ જમ્મુ-કાશ્મીરના રાજૌરીનો રહેવાસી છે અને હાલ કચ્છના ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં રહેતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2009માં સચિન પોલીસ સ્ટેશનમાં અકસ્માતને લઈને આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં IPC કલમ 279, 337 અને 338 તેમજ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી પર બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવાનો અને લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ જવાનો આરોપ હતો. ત્યારથી તે પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો અને કોર્ટ દ્વારા તેની સામે CRPC કલમ 70 હેઠળ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

આરોપીને શોધવા માટે સચિન પોલીસની સર્વેલન્સ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો હતો. તપાસ દરમિયાન આરોપી અંજાર વિસ્તારમાં હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસ ટીમે કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીની અટકાયત બાદ તબીબી તપાસ સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande