પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી નૂતન વર્ષ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી
પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) : વિક્રમ સંવત 2083 નૂતન વર્ષના પાવન અવસરે પોરબંદરના જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીએ શહેર અને જિલ્લાના સૌ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય
પોરબંદર  જિલ્લા કલેક્ટર  એસ. ડી. ધાનાણી નૂતન  વર્ષ નિમિત્તે સૌને હાર્દિક  શુભકામનાઓ પાઠવી.


પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) : વિક્રમ સંવત 2083 નૂતન વર્ષના પાવન અવસરે પોરબંદરના જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીએ શહેર અને જિલ્લાના સૌ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે

નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય અને પ્રગતિની નવી તકો લઈને આવે તેવી મંગલકામનાઓ વ્યક્ત

કરી હતી.

જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, સ્વચ્છ પર્યાવરણ અને પૌષ્ટિક આહાર

તંદુરસ્ત સમાજના પાયાના આધારસ્તંભ છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે દરેક વ્યક્તિએ

સ્વચ્છતાની સાથે પ્રાકૃતિક અને પૌષ્ટિક આહારને જીવનશૈલીનો ભાગ બનાવવો જરૂરી છે.

તેમણે નૂતન વર્ષ નિમિત્તે સૌ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, પર્યાવરણની જાળવણી કરવા અને આરોગ્યપ્રદ

આહાર પ્રત્યે જાગૃત બનવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande