બેસતા વર્ષ નિમિત્તે પાટણ અને સુરેન્દ્રનગર પંથકમાં ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા જીવંત
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ ઉત્સાહભેર જળવાઈ રહી છે. પાટણના સમી તાલુકાના ગોધાણા ગામ તેમજ સુરેન્દ્રનગરના પાટડી, આદરીયાણા, ધામા, નગવાડા, વડગામ
બેસતા વર્ષ નિમિત્તે પાટણ અને સુરેન્દ્રનગર પંથકમાં ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા જીવંત


બેસતા વર્ષ નિમિત્તે પાટણ અને સુરેન્દ્રનગર પંથકમાં ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા જીવંત


બેસતા વર્ષ નિમિત્તે પાટણ અને સુરેન્દ્રનગર પંથકમાં ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા જીવંત


પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ ઉત્સાહભેર જળવાઈ રહી છે. પાટણના સમી તાલુકાના ગોધાણા ગામ તેમજ સુરેન્દ્રનગરના પાટડી, આદરીયાણા, ધામા, નગવાડા, વડગામ અને પાનવા સહિતના ગામોમાં ગ્રામજનોએ ગૌમાતાનું પૂજન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. વહેલી સવારે ગ્રામજનો એકબીજાને 'રામ રામ' કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.

પરંપરા મુજબ ગામની તમામ ગાયોને એક સ્થળે એકત્ર કરવામાં આવે છે. ગાયોના શિંગડામાં ઘી લગાવી પરંપરાગત રીતે શણગાર કરવામાં આવે છે. ત્યારબાદ 200થી વધુ ગાયોને ગૌમાતાના જયઘોષ સાથે ગોવાળો દ્વારા દોડાવવામાં આવે છે. માલધારી સમાજના ગોવાળો પરંપરાગત પોશાક પહેરી ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવી તેમની સાથે રહે છે. દોડમાં પ્રથમ આવનાર ગાયના ગોવાળને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવે છે.

આ પ્રસંગે મહિલાઓ દોડતી ગાયોના પગલાંથી ઊડતી રજને માથે ચઢાવી ધન્યતા અનુભવે છે. આ રજથી સૌનું કલ્યાણ થાય તેવી માન્યતા પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચલિત છે. પૂજન અને દોડની વિધિ પૂર્ણ થયા બાદ ગાયોને સીમમાં લઈ જઈ ખેતરોમાં મુક્તપણે ચરવા દેવામાં આવે છે. ગ્રામજનો દ્વારા ફાળો એકત્ર કરી ગૌમાતાને ઘાસચારો પણ ખવડાવવામાં આવે છે.

ગોધાણા ગામના જાદવ ભારમલ હેમાભાઈના જણાવ્યા અનુસાર, હિન્દુ સંસ્કૃતિમાં ગૌમાતામાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેથી બેસતા વર્ષના પ્રથમ દિવસે ગાયનું પૂજન કરી સુકન સાચવવાની પરંપરા છે. જ્યારે પાટડીના ખારાપાટ વડવાળા મંદિરના મહંત પ્રકાશબાપુએ જણાવ્યું હતું કે, ગાયો દોડાવવાની પરંપરા બાદ મંદિરમાં ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે અને સેવકો સાથે મળીને ઉત્સવની ઉજવણી કરે છે.

સ્થાનિક ભૂરા રબારીએ જણાવ્યું હતું કે, ગૌધનને માતા સમાન માનવામાં આવે છે. વર્ષો સુધી બળદોએ ખેતીમાં મહેનત કરીને અન્ન પૂરું પાડ્યું છે, ત્યારે ગૌમાતા અને નંદીનું જતન કરવું સૌની જવાબદારી છે. ગૌમાતાનું જતન કરવાથી સૌનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે ગ્રામજનો દર વર્ષે આ પરંપરામાં જોડાય છે. ગામના વડીલોના જણાવ્યા અનુસાર અગાઉ ઘોડા અને ઊંટ પણ દોડાવવામાં આવતા હતા, પરંતુ સમય જતાં આ પ્રથા બંધ થઈ ગઈ છે.

બેસતા વર્ષના દિવસે ગામના વિવિધ સમાજના આગેવાનો એકત્ર થઈ ખેતીના નવા વર્ષના લેખા-જોખા, ગ્રામ વિકાસ અને અન્ય સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરે છે. આ પરંપરાગત મેળાવડાને 'ગામેરું' અથવા ડાયરો કહેવામાં આવે છે. ત્યારબાદ ઢોલના તાલે ગ્રામજનો ગામના ચોરેથી પાદર સુધી પહોંચે છે અને ગાયોના આગમનને ફટાકડા ફોડી વધાવે છે. સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ જાય છે. બપોર બાદ ગ્રામજનો એકબીજાના ઘરે જઈ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને આ સ્નેહમિલનનો સિલસિલો મોડી સાંજ સુધી ચાલે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande