રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં 27 નવેમ્બરથી મતદારયાદી સુધારણા અભિયાનનો પ્રારંભ થશે
જાન્યુઆરી 2027 ની આખરી યાદી પ્રસિદ્ધિ સુધી સંકળાયેલા અધિકારીઓની બદલી પર મુકાયો પ્રતિબંધ રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.) રાજકોટ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર દરમિયાન આખરી મતદારયાદી સુધારણા અભિય
મતદાર યાદી


- જાન્યુઆરી 2027 ની આખરી યાદી પ્રસિદ્ધિ સુધી સંકળાયેલા અધિકારીઓની બદલી પર મુકાયો પ્રતિબંધ

રાજકોટ, 10 નવેમ્બર (હિ.સ.)

રાજકોટ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર દરમિયાન આખરી મતદારયાદી સુધારણા અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ માસ દરમિયાન સળંગ ત્રણ રવિવારે યોજાયેલી ખાસ ઝુંબેશ બાદ હવે આ માસવ્યાપી અભિયાન શરૂ કરાશે, જે અંતર્ગત નવા મતદારો નોંધણી કરાવવા ઉપરાંત માહિતી સુધારણાની તમામ કામગીરી પૂર્ણ કરી શકાશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ, 1 જાન્યુઆરી 2027 ની લાયકાતની તારીખ સંદર્ભે 27 નવેમ્બરના રોજ મતદારયાદીના પ્રાથમિક મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ માસવ્યાપી ઝુંબેશ દરમિયાન નાગરિકો નવા નામ ઉમેરવા, કમી કરવા તેમજ નામ કે સરનામામાં સુધારા-વધારા કરવા માટેની અરજીઓ કરી શકશે. તમામ રજૂઆતો અને દાવા-આક્ષેપોની ચકાસણી પૂર્ણ કર્યા બાદ 18 જાન્યુઆરી 2027 ના રોજ અંતિમ મતદારયાદી જાહેર કરવામાં આવશે.

અભિયાનને સફળ અને વહીવટી રીતે સુચારુ બનાવવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સંબંધિત અધિકારીઓની બદલી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ (ERO) તેમજ મદદનીશ નોંધણી અધિકારીઓ (AERO) ની બદલી કરી શકાશે નહીં, જેથી સમગ્ર પ્રક્રિયા બિનઅધિકૃત રીતે પ્રભાવિત થયા વિના સમયસર પૂર્ણ થઈ શકે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande