
પોરબંદર , 10 નવેમ્બર (હિ.સ.) કુતિયાણા તાલુકાના વડાળા ગામે ડેલી બંધ રાખવાના મનદુઃખને લઈ ત્રણ શખ્સોએ બે ભાઈઓ પર હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી દિવ્યેશ કરશનભાઈ ડાંગર , વ્યવસાયે ખેતી, રહે. વડાળા ગામના જણાવ્યા મુજબ, તેમના મોટા બાપાની ભાઈ ભાગની જમીનમાં આવેલો કુવો તેમના મકાન પાસે છે.
કુવાની મોટર ચાલુ-બંધ કરવા માટેનો રસ્તો ફરિયાદીની ડેલી પાસેથી પસાર થતો હોવાથી આરોપીઓ ડેલી ખુલ્લી રાખવાનું કહેતા હતા. જોકે, ફરિયાદીનો નાનો પુત્ર કુવા પાસે રમવા જતો હોવાથી તેઓ ડેલી બંધ રાખતા હતા. આ બાબતે આરોપીઓને મનદુઃખ હતું.આ મનદુઃખના કારણે આરોપી મહેલુ ડાંગર, ભરત ડાંગર, બંને રહે.
વડાળા ગામ અને વિજય અરજન મેતા, રહે. ગણા ગામ, તા.માણાવદર, જી. પોરબંદરએ ફરિયાદી તથા તેમના ભાઈ પર હુમલો કર્યો હતો.આરોપી
નં. 1 અને 2એ લોખંડના પાઇપ
વડે માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી
હતી. ફરિયાદીના ભાઈને ડાબા
પગના ઘૂંટણથી નીચે ટાંકા લેવા
પડે તેવી ઇજા થઈ હતી. જ્યારે આરોપી નં. 3એ શરીરે ઢીકા-પાટુનો માર મારી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હોવા અંગે ફરિયાદ નોંધાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya