નવા વર્ષના પ્રથમ દિવસે પાટણના પાંચ રસ્તા સર્કલ પર ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાન
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરમાં નવા વર્ષના પ્રારંભે નગરદેવી કાલિકા માતાજીના મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને વિશ્વવિખ્યાત ઐતિહાસિક રાણકી વાવની મુલાકાતે આવતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે રંગીલા હનુમાન મંદિર નજીક આવેલા પા
નવા વર્ષના પ્રથમ દિવસે પાટણના પાંચ રસ્તા સર્કલ પર ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાન


નવા વર્ષના પ્રથમ દિવસે પાટણના પાંચ રસ્તા સર્કલ પર ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાન


નવા વર્ષના પ્રથમ દિવસે પાટણના પાંચ રસ્તા સર્કલ પર ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાન


પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરમાં નવા વર્ષના પ્રારંભે નગરદેવી કાલિકા માતાજીના મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને વિશ્વવિખ્યાત ઐતિહાસિક રાણકી વાવની મુલાકાતે આવતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે રંગીલા હનુમાન મંદિર નજીક આવેલા પાંચ રસ્તા સર્કલ પર સવારથી જ વાહનોનો ઘસારો વધ્યો હતો. બે પૈડાં અને ચાર પૈડાં વાહનોની સંખ્યા વધતાં મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

વાહનોની અવરજવર વધી જતાં સર્કલ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિણામે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તહેવારના દિવસે પોતાના ગંતવ્યસ્થાને જવા નીકળેલા અનેક લોકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાઈ રહ્યા હતા. મુખ્ય માર્ગ પર સર્જાયેલી આ સ્થિતિને કારણે આસપાસના વિસ્તારોમાં પણ વાહનોની અવરજવરને અસર પહોંચી હતી.

ટ્રાફિક જામની જાણ થતાં પાટણ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ જવાનો સાથે સ્થાનિક સ્વયંસેવકોએ પણ ટ્રાફિક નિયમનની કામગીરીમાં સહયોગ આપ્યો હતો. વાહનોને ક્રમબદ્ધ રીતે પસાર કરાવી રસ્તો ખુલ્લો કરાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. શહેરના આ મુખ્ય સર્કલ પર વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને પગલે તહેવારો અને પ્રવાસીઓની ભીડના દિવસોમાં વધુ સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાની જરૂરિયાત પણ સામે આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande