પોરબંદરમાં મોટરસાઇકલ ચાલકે મહિલાને અડફેટેલેતાં ઇજ.
પોરબંદર , 10 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના સામ્રાજશાહ પીરની દરગાહ નજીક એચ.એમ.સી. રોડપર બેદરકારી પૂર્વક મોટરસાઇકલ ચલાવી એક મહિલાને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ, છાયા વિસ્તારમાં રહેતાં લીલાધર મજીઠીયાનાં પત્ની જ
પોરબંદરમાં મોટરસાઇકલ ચાલકે મહિલાને અડફેટેલેતાં ઇજ.


પોરબંદર , 10 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના સામ્રાજશાહ પીરની દરગાહ નજીક એચ.એમ.સી. રોડપર બેદરકારી પૂર્વક મોટરસાઇકલ ચલાવી એક મહિલાને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ, છાયા વિસ્તારમાં રહેતાં લીલાધર મજીઠીયાનાં પત્ની જ્યોતિલીલાધર મજીઠીયા , વ્યવસાયે ઘરકામ, એ.સી.સી.રોડ, વિરામની વાડીમાં રહેતાં હતાં. તેઓ સાઇકલ દોરીને આગળજતાં હતાં ત્યારે મોટરસાઇકલ ના ચાલકે પોતાની મોટરસાઇકલ પૂરઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી માનવજીવન જોખમાય તેવી રીતે પાછળથી જ્યોતિબેનને અડફેટે લીધાં હતાં.

અકસ્મતમાં જ્યોતિબેન રોડ પરપટકાતાં તેમના હોઠ પર ચીરા સાથે આશરે 15 ટાંકા લેવા પડે તેવી ઇજા થઈ હતી. માથાની ડાબી બાજુએ આશરે સાત ટાંકા લેવા પડે તેવી ઇજા તેમજ મોઢા અને જડબાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા સહિત શરીરે મુંઢમારની ઇજાઓ પહોંચી હતી.અકસ્મા બાદ મોટરસાઇકલ ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. આ અંગે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી ઇજાઓ પહોંચાડવા અને સ્થળ પરથી નાસી જવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande